તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધોળકા તાલુકાના સરપંચોને સેનેટાઈઝર અને ઓક્સિજન પ્લસ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

ધોળકા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોળકાના સર્કિટ હાઉસ મુકામે શુક્રવારે કેબિનેટ મંત્રી તથા ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તાલુકાના 20 જેટલા સરપંચોને ટોકન પેટે સેનેટાઈઝર તથા ઓક્સિજન પ્લસ માપવાનું મશીન કીટનું વિતરણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ધોળકાના ડો.મહેશ ભાઈ ઠક્કર, હેલ્થ ઓફિસર મુનીરાબેન પ્રાંત ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ અધિકારી, સંગઠનના પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી, શહેર પ્રમુખ જે.ડી પટેલ, પાલિકા પ્રમુખ ભરતભાઇ પટેલ, મહેન્દ્રસિંહ મંડોરા, સંગઠનના આગેવાન, સરપંચો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ચુડાસમાએ જણાવ્યું કે ધોળકા તાલુકાના 65 ગ્રા.પં.માં આગામી દિવસોમાં કીટનું વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...