તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદગીપૂર્વક ઉજવણી:જિલ્લામાં રમજાન ઇદની સાદાઇથી ઘરે જ ઉજવણી

ધોળકા, સાણંદ, રામપુુરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ બિરાદરોએ ઘરમાં જ નમાજ અદા કરી, ધોળકા, દેત્રોજ તથા સાણંદમાં ઉજવણી

ધોળકા ખાતે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના મહામારીના કારણે રમઝાન ઇદની સાદગીપૂર્વક ઘરે રહી ને જ ઉજવણી કરી હતી. સવારે મસ્જિદોના બદલે મુસ્લિમ ભાઈઓએ પોત પોતાના ઘરોમાં જ ઈદ ની નમાઝ પેઢી સરકાર શ્રીની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કર્યું હતું. ધોળકામાં આ વખતે ઇદની રોનક જોવા મળી ન હતી. લોકો એ દિવસ દરમિયાન ઘરોમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. ધોળકા ટાઉન પોલીસ દ્વારા સવારથી જ ઈદ નિમિતે જરૂરી પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલિંગ કરી સરાહનીય કામગીરી ડીવાયએસપી રીના રાઠવાના માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઇ એલ.બી.તડવી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

ચુંવાળ પંથકમાં શુક્રવારના રોજના મુસ્લિમ બિરાદરોએ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પોતાના ઘરે જ રમજાન ઈદની નમાજ અદા કરી પરિવાર સાથે ઉજવણી કરી હતી. સરકારની ગાઇડ લાઇન નુ પાલન કર્યું હતું. દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાણંદ શહેર અને તાલુકાના વિરોચનનગર, છારોડી, કલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારએ જાહેર કરેલ કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરીને પોતે પોતાના જ ઘરે સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક ફરજીયાત પહેરીને ઈદની નમાઝ અદા કરી હતી. સાણંદ તાલુકાના લોકોએ બિલકુલ સાદગીથી રમજાન ઈદની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...