જન અધિકાર કાર્યક્રમ:અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધોળકામાં જન અધિકાર કાર્યક્રમ

ધોળકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘષણ સર્જાયું, પોલીસે વિરોધ કરતાં તમામ આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કર્યા બાદ છોડી મૂક્યા

અમદાવાદ જિલ્લા કોગ્રેસ દ્વારા સોમવારે “જન અધિકાર” અભિયાન અંતર્ગત તળપદા બોર્ડીંગ ધોળકામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદે સરકાર વિરુદ્ધ દેખાવો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ધોળકામાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓ એ રેલી યોજી હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી ના નેતૃત્વમાં જિલ્લા કોગ્રેસના પ્રમુખ પંકજસિંહ વાઘેલા વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ધંધુકાના ધારાસભ્ય રાજુભાઇ ગોહિલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં “આપ” પાર્ટીમાંથી કૈલાસભાઈ ઠાકોર, ભાજપમાંથી મુબીનભાઈ કોગ્રેસમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં મુર્તઝાખાન પઠાણ, જશુભાઈ સોલંકી, પ્રદેશ મંત્રી હબીબભાઈ મોદન ધોળકા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વિપુલભાઈ પટેલ, મનીષભાઈ મકવાણા, મહિલા કોગ્રેસ પ્રમુખ સ્વાતિબેન તાલુકા કોગ્રેસ પ્રમુખ આત્મારામભાઈ, શહેર કોગ્રેસ પ્રમુખ ફિરોઝખાન પઠાણ, દસ્કોઈ તાલુકા કોગ્રેસ પ્રમુખ દિગવિજયસિંહ પરમાર, બાવળા કોગ્રેસ પ્રમુખ રમેશભાઈ કો પટેલ, ધોલેરા તાલુકા કોગ્રેસ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિરમગામ શહેર કોગ્રેસ પ્રમુખ સુધીરભાઈ રાવલ, ધંધુકા કોગ્રેસ પ્રમુખ વનરાજસિંહ ચાવડા, ધંધુકા શહેર કોગ્રેસ પ્રમુખ બાબાભાઈ દેસાઈ, નગરપાલિકાના સભ્યો તાલુકા પંચાયત નાં સભ્યો સહિત કોગ્રેસ ના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કોંગી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થોડીવાર ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા.

બાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અને બેનરો સાથે દેખાવો કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી બાદ માં છોડી મૂકવામાં આવ્યાં હતાં.