ધોળકા ખાતે દીવાની કોર્ટ પાસે પાનારાવાસમાં ધોળકા ટાઉન પોલીસે રેડ પાડી જુગાર રમતા 12 ઈસમોને રૂ. 65 હજાર નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે પાનારાવાસમાં રહેતા યાસીનભાઈ ગુલામઅલી પાનારાનાં રહેણાક મકાનમાં કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે રેડ પાડતાં 12 ઈસમો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
જેમની અંગ ઝડતી માંથી રોકડ રૂપિયા 38250, સાત મોબાઈલ કિમત 19000, મળી કુલ રૂ.65 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેમની વિરૂદ્ધ જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા 12 જુગારીઓ દીવાની કોર્ટ પાસેનાં પાનારાવાસમાં રહે છે.
જુગારીઓમાં ઝહીરઅબ્બાસ ઉર્ફે લાલા મહંમદ યુસુફ પાનારા , અહેમદહુસેન ગુલામઅલી પાનારા, આરીફ ઉમરફારૂક પાનારા, અબ્દુલમજીદ અહેમદહુસેન પાનારા, મહંમદસલીમ યુસુફભાઈ પાનારા, નિઝામુદ્દીન અહેમદહુસેન પાનારા, ઝહીરઅબ્બાસ ઉર્ફે લાલુ મહંમદયુસુફ પાનારા, મહંમદહુસેન ગુલામઅલી પાનારા, ગુલામદસ્તગીર ઇસ્માઇલભાઈ પાનારા, જાવિદહુસેન મહંમદયુસુફ પાનારા અને યાસીનભાઈ ગુલામઅલી પાનારાનો સમાવેશ થાય છે.
આ જુગારની રેડ કામગીરી ધોળકા ટાઉન પીઆઈ વાય.બી.ગોહિલ, પીએસઆઈ એન.એલ.દેસાઈ, એએસઆઈ પ્રભુભાઈ, હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ, મહેન્દ્રસિંહ, વિક્રમભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ તથા ભાવેશકુમાર જોડાયા હતાં. પોલીસે દરોડાની કરેલી કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહી હજુ ચાલું જ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.