કાર્યવાહી:ધોળકામાં ચાઇનીઝ દોરીના જથ્થા સાથે પોલીસે 1 શખ્સને ઝડપી પાડ્યો

ધોળકા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોળકામાં ચાઇનિઝ દોરીના જથ્થા સાથે 1 શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar
ધોળકામાં ચાઇનિઝ દોરીના જથ્થા સાથે 1 શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો.
  • ચાઇનીઝના રીલ નંગ - 302, કિં. રૂ. 1,51,000નો મુદ્દામાલ પકડાયો

ધોળકામાં જીવલેણ ચાઇનીઝ દોરી વેચનાર એક ઇસમના ત્યાં અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) એસ.ઓ.જી. પોલીસે રેડ પાડી રૂ. દોઢ લાખ રૂપિયાની ચાઇનીઝ દોરીનો જથ્થા સાથે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહીતી મુજબ અમદાવાદ જિલ્લા ( ગ્રામ્ય ) એસ.ઓ.જી. શાખાનાં હે.કો. મહેશભાઈ અને પો.કો. ઘનશ્યામસિંહ ને મળેલ બાતમી આધારે એસ.ઓ.જી. નાં પીઆઈ ડી.બી. વાળા એ પોલીસ સ્ટાફ સાથે ધોળકાના પંચશીલ ચાર રસ્તા પાસે ગાંધીવાડામાં દીપકભાઈ ઉર્ફે સાંભાનાં ત્યાં રેડ પાડી હતી.

ત્યાં થી પોલીસે ગેરકાયદે ચાઇનીઝ સિંથેટીક દોરીના રીલ નંગ - 302, કિંમત રૂ. 1,51,000નો મુદ્દામાલ સાથે “ સાંભા “ ને ઝડપી પડ્યો હતો. આ બનાવ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. નાં પીએસઆઈ એમ.જી. પરમાર, એમ.ડી. જયસ્વાલ, એ.એસ.આઈ. બળદેવભાઈ, ભરતસિંહ, વગેરે જોડાયા હતા.

ધોળકામાં પતંગ દોરીની દુકાનોમાં પોલીસ ચેકીંગ કરે તો હજી વધારે માત્રા માં ચાઇનીઝ દોરી મળી તેવી શક્યતા છે. જાગૃત નગરજનો નું પણ એવું માનવું છે કે ચાઇનીઝ દોરી વેચનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જ જોઈએ, જેથી લોકોના જીવ બચાવી શકાય. આ અંગે પોલીસ કાર્યવારી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...