તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ધોળકાના ડડુસર ગામમાં સાસરિયાના ત્રાસથી પરીણિતાએ આત્મહત્યા કરી

ધોળકા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાસુ તથા સસરા અવારનવાર ખોટી રીતે ઝઘડો કંકાસ કરી તેઓનું ઉપરાણું લઇ પતિ તેને મારતો હતો

ધોળકાના ડુડસર ગામમાં સાસરીવાળાના ત્રાસથી કંટાળી પરિણીતાએ સળગી જઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ બનાવ અંગે મૃતક મહિલાના ભાઇએ ધોળકા રૂરલ પોલીસમાં સાસરિયાઓ સામે આપઘાત કરવા માટે દુષપ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોે નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ધોળકાના સાકોદરા તાલુકો બાવળામાં રેહતા રણજીતભાઈ પરસોતમભાઈ બેલદારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે છેલ્લા બે વર્ષથી ખાનગી કંંપની ચીયાળા ખાતે સુપરવાઇઝરની નોકરી કરું છું. અમે ત્રણ ભાઈ બહેનો છીએ જેમાં સૌથી મોટા જાગૃતીબેનના લગ્ન થઈ ગયા છે અને તેઓ સાસરીમાં રહે છે.

તેમજ નાના બેન પ્રકાશબેનના લગ્ન આજથી આશરે આઠેક વર્ષ અગાઉ ડડુસર ગામે રહેતા વિપુલભાઈ વિનુભાઈની સાથે થયા હતા. શનિવારે બપોરે મારી નોકરી ઉપર જવા સારું મારા ઘરેથી નીકળી અને ત્રણ વાગ્યે મારી નોકરી ઉપર ચડેલો હતો. તે વખતે બપોરે ત્રણ સાડા ત્રણ વાગ્યાની આસપાસ મારા ઉપર પિતાજીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે પ્રકાશબેન પોતે કેરોસીન છાંટી આત્મહત્યા કરી છે અને આપણે ડડુસર જવાનું છે. તો તું ઘરે આવી જા જેથી હું મારા ઘરે ગયો અને ત્યાંથી હું તથા મારા માતા-પિતા અને કુટુંબી ભાઇઓ સાથે ડડુસર ગામે જવા નીકળ્યા હતા અને હું ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી ડડુસર મુકામે ગયા અને જઈને જુયું તો મારા બેનના ઘર આગળ જાહેર રસ્તા વચ્ચે ગાદલા ગોદડા ઢાંકી હાલતમાં લાશ પડેલી હતી. એકાદ વર્ષથી મારી બેન અમારા ઘરે આવતી હતી.

ત્યારે અમોને જણાવતી હતી કે મારા સાસુ તથા સસરા અવારનવાર ખોટી રીતે મારી સાથે ઝઘડો કંકાસ કરે છે અને તેઓનું ઉપરાણું લઇ મારા પતિ મને મારે છે અને મારા સાસુ સસરા તથા મારા પતિ અને અવારનવાર કહે છે કે તું રોગીલી છે અને તને જોઈતી નથી તો તારા બાપાના ઘરે જતી રહે અને મારા સાસુ કહેતા હતા કે તે તો મારા દિકરાની જિંદગી બગાડી નાખી છે. આમ વિપુલભાઈ વિનુભાઈ, વિનુભાઈ તલસી ભાઈ, કૈલાસબેન વિનુભાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...