તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ધોળકામાં કોરોનાની મહામારી ઓછી થતાં ઓક્સિજન પ્લાન્ટ શાંત પડ્યાં

ધોળકા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી

થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ કેસો હજારો નોંધાઈ રહ્યા હતાં. જેમાં મોટાભાગના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ રહી હતી. હોસ્પિટલો ફૂલ થઇ ગઇ હતી.આવા સંજોગોમાં દર્દીઓને ઘરે પણ સારવાર લઇ રહ્યા હતાં. અને તેમને પણ ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ હતી. કોરોનાની બીજી લહેરમાં જે પ્રમાણેના કેસ આવ્યા હતાં જેમાં ઓક્સિજન ઘટી જવાના કિસ્સા વધ્યા હતાં, ત્યારે શહેર અને ગ્રામ્યમાં સામાન્ય સ્થિતિની જગ્યાએ આ વખતે 4 ગણી ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ હતી.

હાલ હવે કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસ ઘટવાને પગલે ધોળકામાં પણ કોરોના હોસ્પિટલો અડધોઅડધ ક્રિટિકલ બેડ ખાલી થઇ ગયાં છે ફ્રી કોવિડ હોસ્પિટલ પણ બંધ કરાયા છે. કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે ઓસરી રહી છે. તેનાં પગલે નિયંત્રણોમાં છુટછાટ આપવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાનાં ચાંગોદર મોરૈયામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ શ્રીજી ગેસીસનાં માલિક મિનેશભાઈ ભાવસારનાં જણાવ્યાં મુજબ હાલ કોરોના ઓછો થતાં અમારે પણ રાહત થઈ છે. પહેલા તો અમે રાત દિવસ પ્લાન્ટ ચાલવી રહ્યા હતા અને હોસ્પિટલો અને ખાનગી લોકો ઓક્સિજન બોટલ લેવા માટે અમારે ત્યાં એક કિલોમીટર જેટલી લાંબી લાઇનો 24 કલાક લાગતી હતી. પણ હવે કોરોનાના કેસો ઓછા નહિવત થઈ જતાં અમને પણ રાહત મળી છે. અને હવે છેલ્લા 2 દિવસથી કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન ગેસ ચાલુ થઈ ગયું છે.

હવે ડોમેસ્ટિક ઓક્સિજનની ડિમાન્ડ ઘટી જતાં અમારે ત્યાં પણ લાઈન બંધ પડી છે . આમ, શહેરમાં કોરોના સારવાર કરતી તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન અને આઇસીયુ તથા વેન્ટિલેટર બેડ ખાલી થઇ રહ્યાં છે, પરંતુ જો લોકો ફરી બેદરકારી દાખવશે તો કોરોના કેસ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...