તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોમાં ભારે રોષ:ધોળકાથી સચિવાલયની બસ બંધ કરાતા મુસાફરોમાં ભારે રોષ

ધોળકા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોળકા એસ. ટી. ડેપોમાં મુસાફરો અને મેનેજમેન્ટ વચ્ચે રકઝક
  • મુસાફરોએ ગાંધીનગર અને ખેડબ્રહ્મા જતી બસોને પણ રોકી રાખી અનેક યાત્રિકો મુસીબતમાં મૂકાયા, પોલીસે મામલો થાળે પાડ્યો હતો

ધોળકાથી સચિવાલયની બસ બંધ કરવાના મામલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગુરુવારે ધોળકા એસ.ટી.ડેપો માં મુસાફરો અને મેનેજમેન્ટ વચ્ચે આ મામલે ભારે રકઝક થવાના કારણે થોડો સમય એસટી ડેપોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા થી સચિવાલય જતી બસ મેનેજમેન્ટ દ્વારા છેલ્લા 15-17 દિવસથી બંધ કરવામાં આવી હતી તેના કારણે મુસાફરોમાં ડેપો વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો. ધોળકાથી સચિવાલયની બસ સવારના 8-15 કલાકે ઉપડતી હતી જે બંધ થતાં પાછળથી ધોળકાથી ખેડબ્રહ્મા જતી બસમાં બે બસથી વધુના પેસેન્જરો મુસાફરી કરવા મજબૂર બન્યા હતા.સાથે કોરોના મહામારીમાં કલમ 188 નો પણ સરકારી શાખા દ્વારા ખુલ્લે આમ ભંગ થતો જણાતો હતો.જ્યાં સુધી આ વિવાદનું સમાધાન ન થાય ત્યાંં સુધી મુસાફરો દ્વારા ગાંધીનગર અને ખેડબ્રહ્મા જતી બસોને પણ રોકી રખાઈ હતી. જેથી બસ માં મુસાફરી કરતા તમામ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દરમિયાન મુસાફરો દ્વારા ગાંધીનગર અને ખેડબ્રહ્મા જતી બસોને પણ રોકી રાખવા અંગે ડેપો મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેમણે કોઈ ના પણ ફોન કોલનો જવાબ આપવાની જવાબદારી પણ નિભાવી ન હોવાનુ જાણવા મળી રહ્યુ છે આ બાબત આગળ વધી જતાં ધોળકા શહેર પોલીસે બસ સ્ટેન્ડ પર દોડી આવીને મામલો શાંત કરવા પ્રયાસ કર્યો હતો.

આ અંગે મુસાફરો પાસેથી મળતી વિગતો અનુસાર ધોળકાથી સચિવાલયની બસ બંધ કરવામાં આવતા આ બસનો રોજીંદો ઉપયોગ કરનારા મુસાફરોએ તેમને મળતી સુવિધા કેમ બંધ કરવામાં આવી તે અંગે રજૂઆત કરવામાં આવતા આ મામલે મુસાફરો અને મેનેજમેન્ટ વચ્ચે આ મામલે ભારે રકઝક થઈ હતી જેના કારણેે થોડો સમય ભારે અફરાતફરી જેવો માહોલ ઉભો થયો હતો જોકે આખરે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...