તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેટ:બંધારણ દિવસ અને ઉજવણી પ્રસંગે બદરખા ભીમરાવ પુસ્તકાલય ખાતે પુસ્તક ભેટ આપ્યાં

ધોળકા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બંધારણ દિવસ અને તેની ઉજવણી પ્રસંગે બદરખા ભીમરાવ પુસ્તકાલય ખાતે બંધારણીય અધિકાર આંદોલન સમિતિ,ગુજરાત BAASના સંયોજક હસમુખ સક્સેના, હર્ષવર્ધન કોટડિયા તથા ભરતભાઈ ઝાલા તરફથી ભીમરાવ પુસ્તકાલયમાં ભારતનું બંધારણ પુસ્તક ભેટમાં આપ્યુ હતુ, આ પ્રસંગે શિક્ષક મિત્ર બળદેવભાઈ ઝાલા (આચાર્ય ખાત્રીપુર પ્રા. શાળા), ગીરીશભાઈ મકવાણા (કાવીઠા પ્રા. શાળા), નરેન્દ્રભાઈ ઝાલા (ધનવાડા પ્રા. શાળા) ને ભારતીય સંવિધાન ની બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભીમરાવ પુસ્તકાલય માં બે ભારતીય સંવિધાન ના પુસ્તકો ભેટમાં આપી વિશ્વ ના સૌથી મોટા બંધારણ કે જેને ડો. બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો, જેને 26 મી નવેમ્બર 1949ના રોજ સ્વતંત્રતા બાદ ભારતે પોતાના બંધારણનો સ્વીકાર કર્યો હતો જેની 71 મી વર્ષગાંઠ બંધારણ ના પુસ્તક આપી ઊજવવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...