તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:ધોળકામાં મેઘરાજાની સવારી આવી પહોંચી

ધોળકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વરસાદથી ઠેર ઠેર કીચડ થયો

ધોળકામાં છેલ્લા પાંચથી છ દિવસથી વરસાદી વાતાવરણ હતું. ત્યારે ગુરુવાર સાંજથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા પંથકમાં ગુરુવારથી શુક્રવાર સુધીમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ધોળકાનાં વીરડી, ખાનપુર, વેજલકા, વૌઠા, જલાલપુર, ધોળી, સિમેજ, કૌકા, સિયાવાડા જેવાં અનેક ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. ગામડાંઓની નદીઓમાં નવા નીરની આવક થઇ હતી.

શહેરીજનો અને ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ધોળકામાં ગર્લ્સ સ્કુલ રોડ ઉપર, મેનાબેનટાવર, અલકા ટોકીજ રોડ, મેઇનબજાર, બડીબુ પોલીસ ચોકી, ગધેમાર, લોધીનાં લીમડા પાસે તેમજ ગોલવાડ પાસે અને અનેક વિસ્તારો, સોસાયટીઓમાં બે ફૂટ પાણી ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...