તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:ધોળકામાં રસીકરણ અંગે પ્રાંત અધિકારીની બેઠક

ધોળકા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • નાગરિકો કોરોનાની રસી મુકાવે તેવી આગેવાનો અને ધર્મગુરુઓની અપીલ

ધોળકા પોલીસ સ્ટેશનનાં સભાખંડમાં ધોળકાના પ્રાંત અધિકારી આર.એમ.જાલંધરાના અધ્યક્ષસ્થાને કોરોના રસીકરણ અંગે લોકજાગૃતિ કેળવવા માટે આગેવાનોની એક મિટિંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં પ્રાંત અધિકારીએ આગેવાનોને કોરોનાની રસી મુકાવવા પ્રજાને માર્ગદર્શન આપવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ રસી કોરોનાથી લોકોને સુરક્ષિત રાખે છે.આ રસીની કોઈ આડઅસર થતી નથી.

ધોળકાના ડીવાયએસપી રિના રાઠવાએ આગેવાનોને જણાવ્યું હતું કે લોકોને કોરોનાથી બચાવવા માટે તેમને માસ્ક પહેરવા, સોસીયલ ડિસ્ટન્સ જાળવવા તથા સેનેટાઇઝ કરવા અને રસી મુકાવવી, ધોળકા નગરપાલિકાના કારોબારી ચેરમેન જે.ડી.પટેલે જણાવ્યું હતું કે હાલ નગરમાં ઠેર ઠેર કોરોના રસીકરણ કેમ્પો યોજાઈ રહ્યા છે. નવ હજાર લોકોએ રસી મુકાવી છે.

મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જમાતખાનાઓમાં રસીકરણના કેમ્પો યોજાય તેવા આયોજન કરવા જોઈએ. મુસ્લિમ આગેવાન મુનાફભાઈ રાધનપુરી અને ઇસ્માઇલભાઈ લકીવાળાએ શબે બરાતના તહેવાર બાદ અને પવિત્ર રમઝાન માસ અગાઉ ધોળકામાં મુસ્લિમ સેવાભાવી સંસ્થાઓ તથા મુસ્લિમ ધર્મગુરુઓના સાથ સહકાર અને તેમના માર્ગદર્શન મુજબ કોરોના રસીકરણ કેમ્પોનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો