તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ધોળકા વોર્ડ નં-4માં રસ્તા અને ગટરના અભાવથી લોકો હેરાન

ધોળકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14.95 લાખના કામોને મંજૂરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કામ ન થતાં નાગરિકોમાં રોષ ફેલાયો

ધોળકા ના સોનારકુઈ શીતલનગર વોર્ડ નં 4માં સ્થાનિક લોકો રસ્તા અને ગટરલાઈનના અભાવથી ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં ધનજીચકુંના ડેલાથી બલિયાદેવ સુધી સી.સી રોડ તેમજ ગટરલાઈન કામ માટે ગત નાણાકીય વર્ષે માં ધોળકા નગરપાલિકા દ્વારા 14.95 લાખના કામોને મંજુર કરીને આ કામનો વર્ક ઓર્ડર રાજપૂત કન્ટ્રક્સશન સુરેન્દ્રનગરને ફાળવવામાં આવ્યો હતો. જેની મુદત 31 માર્ચ 2021 હતી તેમ છતાં આ કામો પૂર્ણ કરવામાં આવ્યા નથી.

મુખ્ય માર્ગ હોવાને કારણે રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર ધોળકા નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય આ અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.સ્થાનિક લોકો દ્વારા સમયસર નગરપાલિકા ના વાર્ષિક વેરાઓ ભરપાઇ કરવામાં આવે છે તેમ છતાં પ્રાથમિક સુવિધાઓ થી સ્થાનિક લોકો ને વંચિત રાખવામાં આવે છે. આ અંગે ધોળકા નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા તટસ્થ રહીને સત્વરે રસ્તા અને ગટરલાઈન નું કામ શરૂ કરવામાં આવે તેવી લોક માગણીઓ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...