તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય જનતા પાર્ટીના 6 એપ્રિલના સ્થાપના દિન નિમિત્તે મંગળવારે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવ્યા તેના ભાગરૂપે ધોળકા વિધાનસભાનો કાર્યક્રમ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મુકામે યોજવામાં આવ્યો હતો.તેમાં ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આજે 11 કરોડ લોકોનો સામૂહિક જન્મદિવસ છે.
આજના દિવસે 1980માં મુંબઈમાં ચોપાટી પર દરિયાકિનારે માનવ મહેરામણની હાજરીમાં બે મહાનુભાવો અટલજી અને અડવાણી, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એમસી ચાગલાએ જણાવ્યું હતું કે એક દિવસ જરૂર અટલજી ભારતના વડાપ્રધાન બનશે. તે દિવસે રામ જેઠમલાણી કહ્યું હતું કે મહામાનવ અટલજીના પગમાં બેસવાની જગ્યા નથી.
આ દિવસે સંગીત ધારા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મહાકાળી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા તેમજ વિકલાંગ વ્યક્તિઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 1008 મહામંડલેશ્વર ભારતીબાપુ ખાસ હાજર રહ્યા હતા. વિધાનસભામાં બે વર્ષ સુધી કીટનું વિતરણ કરવા જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.