તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક:ધોળકામાં સરકારી ઇંગ્લીશ મીડિયમ શાળામાં વિદ્યાર્થીની સંખ્યામાં વધારો

ધોળકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં હાલ રસ દાખવી રહ્યા છે : શાળામાં વેઇટિંગ લીસ્ટ લાગ્યું

ગવર્મેન્ટ ઇંગ્લીશ મીડીયમ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રતિકભાઇ.વી. ગજ્જર સાથે થયેલી શૈક્ષણિક મુલાકાતો અન્વયે શાળાના વિકાસની કેટલીક બાબતો જાણવા મળી છે. જેમાં ધોળકા તાલુકાની ગવર્મેન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ખૂબ જ સારું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. આ કન્યા શાળા નંબર વન છિપવાડ, ધોળકામાં આવેલી છે. શાળાની સ્થાપના વર્ષ 2018 -19માં થઇ હતી.માત્ર 2 વર્ષના ટૂંકા સમયગાળામાં શાળા પરિવારની મહેનતથી સારી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

વાલીઓને અંગ્રેજી માધ્યમમાં તેમના બાળકને ભણાવવા માટે મોટી ફી ભરવી પડે છે. જ્યારે અહીં ગવર્મેન્ટ ઇંગ્લીશ મીડીયમ શાળામાં વિનામૂલ્યે પાઠ્યપુસ્તક, શિષ્યવૃત્તિ, યુનિફોર્મ, ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધા તથા ઓનલાઇન શિક્ષણ વાલી મુલાકાત માઇક્રોસોફ્ટ ટીમના ઓનલાઈન વીડિયો લેક્ચર જેવી સુવિધાઓ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે. જેના કારણે હાલમાં નવા શૈક્ષણિક સત્ર 2021-22માં એવી પરિસ્થિતિ આવી છે કે જુનિયર કેજી અને સિનિયર કેજી ની કુલ 100 અરજીઓ આવી છે અને ધોરણ 1 થી 3માં દરેક ધોરણમાં એક એક વર્ગમાં સંખ્યા વિદ્યાર્થીની પૂર્ણ થઈ ગઈ છે પૂર્ણ થઇ ગયા બાદ પણ 37 વિદ્યાર્થીઓની વેઇટિંગમાં અરજી આવી પડી છે. વધુમાં રોજ અંદાજિત 20થી 25 વાલીઓ શાળામાં પ્રવેશ માટે પૂછપરછ કરવા આવે છે. આ તમામ શૈક્ષણિક સિદ્ધિ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન અને મદદથી જ શક્ય બની છે.

અન્ય સમાચારો પણ છે...