તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહના હસ્તે કોવિડ સેન્ટરનું ઉદ્દઘાટન

ધોળકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યે પોતાનો જન્મદિવસ સાદાઇથી ઉજવ્યો
  • શિક્ષણમંત્રીએ નેશડા ગામે ઓઇસોલેશન સેન્ટરનું પણ ઉદઘાટન કર્યું, ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો

ધોળકા વિધાનસભાના ધારાસભ્ય તેમજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમનો જન્મદિવસ સાદાઈથી કોવીડ સેન્ટરના દર્દીઓ વચ્ચે ઉજવ્યો હતો. શનિવારે ધોળકા કલીકુંડ તીર્થ મુકામે કુમારપાળ ભાઈના સાનિધ્યમાં 10 બેડની હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ સર્કિટ હાઉસ સાથે તમામ અધિકારી પ્રાંત, મામલતદાર, અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ, તેમાં ધોળકા શહેર તાલુકાના પદાધિકારીઓ, આગેવાનોની હાજરીમાં યોજાયેલી મીટીંગમાં મામલતદારે સુચના આપી હતી કે સમગ્ર તાલુકામાં ઓક્સિજનની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં થાય માટે મારા બજેટમાંથી તાત્કાલિક એક્સોમીટર વસાવવામાં આવે. ત્યારબાદ નેશડા મુકામે મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત આઈસોલેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

કેલિયાવાસણા મુકામે પણ મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત આઇસોલેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ માનનીય મંત્રી રાધે હોસ્પિટલ કોવિડ સેન્ટરની મુલાકાત લઇ 37 દર્દીઓને ફૂડ વિતરણ કર્યું હતું. મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી તેમાં ખાસ રેમડેસિવીર ઇન્જેક્શનની જગ્યાએ કેડીલા તરફથી બીજું ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારબાદ શિવજી મંદિર ધોળકા સિદ્ધનાથ મહાદેવ મંદિર બંને જગ્યાએ કોવીડ રસીકરણ કાર્યક્રમમાં હાજરી આપી દર વર્ષે ભુપેન્દ્રસિંહના જન્મદિવસે સુરતની ધર્મચક્ર નામની સંસ્થા ત્રણ જગ્યાએ ઉકાળા વિતરણનો કાર્યક્રમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...