ધોળકામાં આવેલા મીઠીકુઈ સર્કલ ખાતે મેઈન હાઇવે રોડ પર ભૂગર્ભ ગટરનું પાણી છેલ્લા ઘણા સમયથી વહે છે. હાઇવે રોડ પર ગટરનું પાણી ભરાતા આ સ્થળે આવેલી સોસાયટીમાં રેહતાં સ્થાનિક રહીશોને મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ વાહનચાલકોને મુશ્કેલીમાં મુકાવું પડે છે. નજીકમાં આવેલી એપીએમસીમાં કામ અર્થે આવતા ખેડૂતોને ગટરનાં પાણીમાંથી પસાર થવું પડે છે.
આસપાસ બેંકોમાં કામ અર્થે આવનારા ગ્રાહકોને પણ આ ગટરનાં ગંદા પાણીથી હાલાકી પડી રહી છે. આસપાસના દુકાનદારો પણ પરેશાન છે. રોડ પર પાણી જમાં રહેતા રોડ પર ખાડા પડી ગયા છે. આથી વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે અને અકસ્માત થવાની શક્યતા છે.
ધોળકા નગરપાલિકામાં જિલ્લા યુથ કોંગ્રેસના અગ્રણી હાર્દિકસિંહ દાયમાએ છેલ્લા 15 દિવસથી ઘણી વખત રજૂઆત કરવા છતાં ધોળકા નગરપાલિકા દ્વારા ગટરોની સમસ્યા હલ કરવામાં આવતી નથી. જો બે દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ધોળકા નગરપાલિકા નાં પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં આ ગટરનું ગંદુ પાણી લઇ જઇને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચિમકી હાર્દિકસિંહ દાયમાએ ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.