તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરુણ ઘટના:ધોળકામાં રાઇસ લઇને મોડા આવેલા પુત્રે ગુસ્સે ભરાયેલા પિતાની ધારિયાના ઘા મારી હત્યા કરી

ધોળકા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેં જ મોઢે ચઢાવ્યો છે કહી પુત્ર માતાની હત્યા કરવા માટે તૈયાર થયો પણ માતા ઘર બહાર દોડી ગઇ
  • : જમવાના સમયે પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થતી હતી

ધોળકાના ત્રાસદ રોડ પર આવેલા બુટભવાની મંદિર પાસે રહેતા પરિવારમાં પિતા તથા પુત્ર વચ્ચે જમવા સમયે અવારનવાર થતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ગુરુવારે રાતે પિતાએ જમવા બાબતે દીકરા સાથે બોલાચાલી કરતાં ગુસ્સે ભરાયેલા પુત્રે પિતાના માથામાં ધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારતાં ચકચાર મચી છે. બનાવ અંગે ધોળકા પોલીસે પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગત એવી છે કે ત્રાંસદ રોડ બુટભવાની મંદિર પાસે દેવી પૂજક પરીવાર રહે છે .પરિવારમાં પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો જેમાં પુત્રે પિતાના માથા માં ધારિયાના ઘા માર્યા હતા જેમાં આજરોજ વર્ષાબેન દશરથભાઈ ઉર્ફ કોચિયો શાંતુભાઈ દેવીપુજક(ઉં. વર્ષ 50)એ ફરિયાદ કરી હતી કે હું ઉપરના બતાવેલા સરનામે મારા પરિવાર સાથે રહું છું અને કલર કામ કરી મજૂરી તથા ઘરકામ કરી મારું ગુજરાન ચલાવું છું.

સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે જેમાં મોટી દીકરી હિરલ બેનના લગ્ન મહેમદાવાદ ખાતે થયા છે તેનાથી નાનો દીકરો યશવંત ઉર્ફ અશ્વિન છે જે ધોળકા ખાતે ભંગાર ભરવાની મજૂરી કરે છે. નાનો દીકરો રાજેશ છે મારા પતિ કલરકામની મજૂરી કરે છે અને મારા પતિ તથા મારો દીકરો યશવંત ઉર્ફ અશ્વિન દરરોજ જમવા બાબતે નાનો મોટો ઝઘડો તકરાર છેલ્લા એકાદ માસથી કરતા હતા અને હું રોજ આ બંનેને સમજાવતી હતી તો પણ રોજ સાથે જમવા ટાઈમે ઝઘડતા હતા.

જેમાં ગુરુવારે રાત્રે 8:30 વાગે હું તથા મારા પતિ ઘરે હાજર હતા અને મારો દીકરો રાજેશ ધોળકા ખાતે લગ્નમાં ગયો હતો અને યશવંત ઘોળકાથી જમવા માટે રાઇસ લઈને આશરે નવેક વાગે ઘરે આવ્યો હતો. ત્યારે મારા પતિએ યશવંતને કહ્યું કે કેમ આટલી વાર લગાડી મને જમવાનું આપી દે તેમ કહી આ બંને બાપ દીકરા વચ્ચે બોલાચાલી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી હું તેઓને નહીં ઝઘડવા માટે સમજાવતી હતી આ વખતે મારા પતિ મારા દીકરા યશવંતને ગમે તે ગાળો બોલવા લાગ્યો હતો.

જેથી મારા દીકરાએ કહ્યું કે બાપુ તમે ગાળો ના બોલો એમ વાત કરતાં મારા પતિ મારા દીકરા ઉપર વધુ ગુસ્સે થઈ ગયા હતા. દીકરા યશવંત પણ ગુસ્સામાં આવી જઈને મારા પતિને ગમે તેમ ગાળો બોલીને કહે કે તને આજે હું પૂરો કરી નાખું એટલે મારે કાયમનો કંકાસ મટી જાય તેમ બોલીને મારા દીકરા યશવંતે મારા પતિને બાથમાં પકડીને નીચે પાડી દીધો હતો. ઘરના ખૂણામાં ધાર્યું પડેલ હતું તે ધારિયું લઈને મારા પતિના માથાના પાછળના ભાગે જોરથી બે ઘા મારી દીધા હતા.

જેથી મારા પતિ જમીન ઉપર નીચે પડી ગયા જેથી હું દોડીને મારા પતિને છોડવા જતી હતી એ વખતે મારો દીકરો મને પણ જેમ ફાવે તેમ ગાળો બોલીને કહેવા લાગ્યા કે તે જ મોઢે ચડાવેલ છે ઉભી રહે આજે તો તારો પણ વારો કાઢું એમ બોલતા હું ડરી જતા દોડીને રોડ ઉપર આવીને ખેતરમાં જતી રહી અને મોડા ઘરે પહોંચતા મને આજુબાજુના માણસોથી જાણવા મળે કે તમારા પતિને માથામાં વધારે ઇજા થઈ હતી. દરમિયાન દશરથભાઇનું મોત થતાં ધોળકા પોલીસે યશવંત સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...