પાકને ફાયદો:ધોળકા પંથકમાં ઠંડી જામતાં ઘઉંના પાકને ફાયદો થશે

ધોળકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોળકા માં એક અઠવાડિયા થી વાતાવરણમાં પલટો આવતા હવે શિયાળાનો પ્રારંભ દેખાઇ રહ્યો છે. હાલ દિવસે બપોર દરમિયાન સામાન્ય ગરમી જોવા મળી રહી છે, પરંતુ મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગત અઠવાડિયા સુધી અનુભવાતી અસહ્ય ગરમીથી લોકો ભારે ત્રસ્ત બની રહ્યા હતા ત્યાં હવે વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળો હવે ધીરે ધીરે જામી રહ્યો હોય એમ ફુલગુલાબી ઠંડી પડવાનો પ્રારંભ થયો છે. સવારે ચાલવા નીકળેલા લોકો પણ ઠંડા વાતાવરણનો આનંદ ઉઠાવે છે.

ગુલાબી ઠંડીનો અહેસાસ થવાની સાથે જ વ્યાયામ, યોગાસન, પ્રાણાયામ અને વોકિંગની ઋતુ પૂરબહારમાં ખિલી ઉઠી છે.આમ શિળાયાની સિઝન શરૂ થતા જ હવે ધીમે ધીમે ધોળકા માં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીની મજાલેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, વહેલી સવારે મોનિંગ વોક માટે નિકળી જવું એ પણ એક લાહવો હોય છે. બીજી તરફ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ રહે છે.હાલ ખેડૂતો ખુશ છે કે ઠંડી વધતાં ઘઉંના પાકોને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...