તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધોળકામાં જનસંઘના જેલમાં પુરાયેલા 4 પૈકી જીવિત 1 કાર્યકરનું સન્માન થયું

ધોળકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 જૂન 1975માં કટોકટી જાહેર કરવામાં આવી હતી
  • તે સમયે સરકારે 100થી વધુ સંગઠન પર પ્રતિબંધ મૂકી દીધો હતો

આજથી 46 વર્ષ પહેલાં સમગ્ર ભારત માં કટોકટી જાહેર કરી હતી આજે કટોકટીની વર્ષગાંઠ 1975 જૂન મહિનામાં 25 તારીખ રાત્રે કટોકટી જાહેર કરવામાં આવી હતી. કટોકટીમાં નાગરિકના તમામ અધિકાર છિનવી લેવાયા લેવાયા હતા, સરકાર દ્વારા 100 વધુ સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો, અખબાર પણ બંધ કરાવી દીધા હતા, દેશના ખૂણે ખૂણેથી જનસંઘના રાજકીય આગેવાનોની ધરપકડ કરી જેલમાં પુરી દેવાયા હતા, જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેઇ તમને પણ જેલમાં પૂરી દેવાયા હતા.

તે વખતે ધોળકા શહેરમાંથી જનસંઘના કાર્યકરોને જેલમાં પૂરી દેવાયા હતા, તેઓ એકથી દોઢ વર્ષ સુધી જેલમાં પણ રહ્યા હતા. જનસંઘના કાર્યકરો જેમાંના ચાર વ્યક્તિ હતા. તેમાંથી હાલ જનસંધના કાર્યકર કનુભાઈ જોષીનું તેમના નિવાસસ્થાને જઈ ફુલહાર પહેરાવી, શાલ ઓઢાડી શહેર સંગઠન ભાજપના પ્રમુખ રાજુભાઈ દેસાઈ મહામંત્રી યશવંત મિસ્ત્રી અને કિરણભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન ત્રિવેદી, ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ અને કારોબારી ચેરમેન જેડી પટેલ અને કાઉન્સિલર કિંજલબેન જોષી હાજર રહ્યા હતા. કટોકટી વખતના જનસંઘના કાર્યકર ભરતભાઈ વ્યાસનુ પણ ફુલ હાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...