તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારા સમાચાર:ધોળકા તાલુકાના ચલોડા ગામમાં 3 દિવસથી કોરોનાનો એકેય કેસ નહીં અને મોત પણ નહીં

ધોળકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસ વધવા લાગતાં સ્વૈચ્છિક લોકડાઉનનું શસ્ત્ર ઉગામાયું હતું, ઘરે ઘરે જઇ દવા વિતરિત કરાઇ
  • ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન હેઠળ કામગીરી કરી ગામને કોરોનામુક્ત બનાવાયું

મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓ, વિવિધ સેવાભાવી સંગઠનો તંત્ર સાથે ખભેખભો મિલાવીને કોરોના સંક્રમણને અટકાવવાના સેવા યજ્ઞમાં જોડાઈ રહ્યા છે. લોકભાગીદારીથી શરૂ કરવામાં આવેલા આ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ અભિયાનથી ગુજરાતના ગામડાઓમાં કોરોના અંગે જાગૃતિ, તકેદારી અને સારવાર સુવિધાનો વ્યાપ વધ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણનો ફેલાવો વધે નહીં અને ગામડાઓ કોરોના મુક્ત રહે તેવા આરોગ્યલક્ષી ભાવથી 1લી મે -ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યવ્યાપી ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કરાવ્યું છે.

જેમાં તાલુકાના ચલોડા ગામના કોરોનાની મહામારીમાં થયેલા અવસાનથી સમગ્ર ગામ સમિતિ, લાયન્સ ક્લબ અમદાવાદ, આરએસએસ સ્વયંસેવકો, તાલુકા ડેલીકેટ, સરપંચ, તલાટી અને ગામના આગેવાનોએ એક થઇ સમગ્ર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું હતું. કુમારશાળામાં આઇસોલેશન વોર્ડ, ઓક્સિજન મશીન, દવાઓનું સમગ્ર ગામમાં પ્રાથમિક ચકાસણી કરી સારવાર કરવામાં આવી હતી. તેમજ રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા ચલોડા ગામમાં આયુર્વેદિક ઉકાળા તથા દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ચલોડા શાખાના કુલ આઠ સ્વયંસેવકોએ ઘરે ઘરે જઈને ઉકાળા અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 250 જેટલા ઘરોમાં વિતરણ કર્યું હતું. આમ ઉપરોક્ત કોવિડની કામગીરી સબળ ગ્રામ પંચાયતના સરપંચ, ચલોડાના સેવાકીય કામગીરીથી આજરોજ ચલોડા ગામ છેલ્લા ત્રણ દિવસથી એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી કે મોત પણ થયું નથી. જે કામગીરી સરપંચ પુરીબેન બાબુજી ઠાકોર દ્વારા સમગ્ર ગ્રામજનોના સરકારનો આભાર વ્યક્ત કરે છે તેમજ ચલોડા ગામ માં લલીતભાઈ અને પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના સભ્યોના માર્ગદર્શન હેઠળ ગામની અંદર સેનેટાઈઝની કામગીરી પણ ગામમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...