આવેદન:કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓનાં સંતાનોને નોકરી આપો

ધોળકા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોળકા મામલતદારને આવેદન આપ્યું

ધોળકા ખાતે મામલતદારને કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર કોવિડ 19 ન્યાય યાત્રા અંતર્ગત પાઠવવામાં આવ્યું હતું. જેમાં આવેદન પત્રમાં જણાવ્યું હતું કે કોવીડ 19 મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને સરકાર તરફથી પશુ અને મનુષ્ય માટે 50 હજાર વળતરના એકસમાન ધારા ધોરણ જાહેર કરી મૃતક પરિવારો સાથે માનવ જાતની ક્રૂર મજાક સમાન હોય તેઓને 4 લાખની રકમનુ વળતર મળે,

હાલમા ઉદભવેલ પરિસ્થિતિમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ ન કરવી, કોવિડ ગ્રસ્ત તમામ દર્દીઓની સારવાર બિલ્સની ચુકવણી કરવામાં આવે, તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ થાય તથા અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાન /પરિવારને કાયમી નોકરી જેવી માંગણી સાથેનું એક આવેદનપત્ર ધોળકાના મામલતદાર કૃપાલીબેન શાહને પાઠવ્યું હતું. જેમા ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ ફિરોજ ખાન પઠાણ સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...