કાર્યવાહી:ધોળકામાંથી થર્ટી ફસ્ટની ઉજવણીમાં નશો કરી ફરતાં 18ને ઝડપી લેવાયા

ધોળકા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોળકા ટાઉન પોલીસે રવિવારે પણ કામગીરી ચાલું રાખતા નશાખોરોમાં ફફડાટ ફેલાયો, તમામ સામે ગુનો નોંધાયો

ધોળકા શહેરમાં થર્ટીફસ્ટની ઉજવણીમાં નશો કરેલી હાલતમાં ફરતા 18 જેટલા લોકોને પોલીસે ઝડપી લીધા હતા. ધોળકા પોલીસે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ વોચ રાખી હતી અને કાર્યવાહી કરતાં નશો કરેલી હાલતમાં ફરતાં નશાખોરોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, પોલીસે આ ડ્રાઇવ રવિવારે પણ ચાલું જ રાખી હતી.

ગ્રામ્ય તેમજ નાયબ પોલીસ અધિક્ષક ધોળકા વિભાગ ધોળકાના 31મી ડિસેમ્બરનાં રોજ પ્રોહિબિશનના બનતા ગુનાઓ અટકાવવા સૂચના કરવામાં આવી હતી. જેમાં એન ડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર, ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન પોસ્ટના સ્ટાફના માણસોને સુચના કરવામાં આવી હતી. જે આધારે એ.એસ.આઈ જગદીશ ભાઈ, જેઠા ભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ અને મહેન્દ્રસિંહ ખુમાનસિંહ, યુવરાજસિંહ છગનભાઈ, કિરીટભાઈ બચુભાઈ, રામદેવસિંહ ગંભીરસિંહ અને સ્ટાફના માણસો સાથે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31મી ડિસેમ્બર અને હાલ પણ લોકો નવા વર્ષની ઉજવણીમાં મશગુલ છે જે અન્વયે કામગીરીમાં રોકાયેલ તે દરમિયાન ધોળકાના અલગ-અલગ જગ્યાએથી 18 લોકો જે નાશની હાલતમાં મળી આવતા તેઓને પકડી તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ધોળકા ટા‌ઉન પોલીસે નશાખોરો સામે લાલ આંખ કરતાં ફફડાટ ફેલાયો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને 31મીની ઉજવણી ઘરમાં જ કરવાની સલાહ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ નશામાં છાટકા બનેલા નશાખોરો રોડ પર આવી જતાં પોલીસે તેઓને પકડી જેલની હવા ખવડાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ શરૂ રહેશે.

અન્ય સમાચારો પણ છે...