તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:કેલિયાવાસણામાં પડોશી સાથેનો ઝઘડો ઘાતક, પડોશીએ 3ને ધારિયાથી રહેસ્યા

ધોળકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરીણમ્યો
  • પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

ધોળકાના કેલિયા વાસણામાં શુક્રવારે ત્રણ હત્યા થતાં સમગ્ર પંથકમાં ચર્ચા નો વિષય બન્યો છે. ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાંથી માહિતી મુજબ ઘટના ની વિગત આવી છે કે ધોળકાના કેલીયા વાસણા ગામમાં રહેતાં જસીબેન રમણભાઈ પટેલ (ઉં.વ.75), સુમિત્રાબેન વિજયભાઈ પટેલ ઉં.વ.35), જીયા વિજયભાઈ પટેલ ઉં.વ.7) જેઓની ધારીયાના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે એક વ્યક્તિ ચંદ્રીકાબેન રાજુભાઈ પટેલને ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હત્યાના આરોપી રાજુભાઈ ચમનભાઈ પટેલને ધોળકા રૂરલ પોલીસે ગણતરીની મિનિટોમાં જ પકડી જેલના હવાલે કરવામાં આવ્યો છે. ગામમાં સાસુ તથા માતા પુત્રીની હત્યા થવાથી આરોપી પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. હાલ આ આરોપીએ કેમ હત્યા કરી તે વિશે પોલીસ આરોપી સાથે વધુ પૂછપરછ કરી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આડોશ પાડોશમાં રહેતી બંને મહિલાઓ વચ્ચે ઝઘડો ચાલ્યા કરતો હતો. શુક્રવારે પણ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં રાજુભાઇ ઉશ્કેરાઇ ગયા હતા. ઘરમાંથી ધારિયું લાવી મહિલાઓ પર તૂટી પડ્યા હતા. જેમાં તેઓએ 7 વર્ષની નાની બાળકીને પણ રહેંસી નાખી હતી. નાનકડા ગામમાં 3 હત્યાના બનાવથી સમગ્ર ગામમાં ચકચાર ફેલાઇ હતી. પોલીસે ગામમાં જઇ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આરોપીની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 3 હત્યા પાછળનું સાચું કારણ આરોપીની પૂછપરછ દરમિયાન બહાર આવે તેવી શક્યતા છે. આ કેસમાં ધોળકા રૂરલના પીઆઇ અંસારીએ વધુ તપાસ શરૂ કરી છે. લોહિયાળ આ બનાવમાં એક મહિલા પણ ઘાયલ થઇ છે. જેમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...