હાલાકી:ધોળકામાં વરસાદના પગલે નગરના‎ વિસ્તારોમાં ઘુંટણ સુધી પાણી ભરાયાં‎

ધોળકા‎3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાવા ની સમસ્યાથી પ્રજા પરેશાન‎
  • ધોળકા નગરપાલિકા નક્કર કાર્યવાહી ક્યારે કરશે ?‎

ધોળકા શહેરમાં વરસાદ પડતાં જાહેર માર્ગો ઉપર ઘૂંટણ‎ સમાન પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડે છે.‎ હતી. ચોકસી બજાર, લકી ચોક, રાધનપુરીવાડ,‎ મદારઓટા, લોધી નાં લીમડા, ઠાકોરવાસ, મામલતદાર‎ કચેરી રોડ ઉપર મોટા પાયે પાણી ભરાય છે. આથી‎ વાહનચાલકો અને રાહદારીઓ ને તકલીફ પડે છે.‎

મોહંમદી સ્કૂલ થી વેજલપુર ગોલવાડ સુધી નાં મેઈન રોડ‎ ઉપર તો ખૂબ જ પાણી વીસ વર્ષથી ભરાય છે. ધોળકા‎ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના ભરાવાનો કાયમી‎ નિકાલ કરવાનું નક્કર આયોજન કરવાની જરૂર છે. ધોળકા‎ નગરપાલિકા નાં પ્રમુખ , ચૂંટાયેલા મ્યુનિસિપલ સભ્યો ,‎ ચીફ ઓફિસર અંગત રસ લઈ ને આ સમસ્યા હલ કરે એમ‎ ધોળકા વાસીઓ ઈચ્છી રહ્યાં છે.‎

અન્ય સમાચારો પણ છે...