રોગચાળાનો ભય:ધોળકામાં વિરાટ સરોવર ઓવરફ્લો થતાં 2 સોસાયટીઓમાં પાણી ઘૂસ્યાં

ધોળકા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોસાયટીઓમાં પાણી ભરાતા મુશ્કેલી. - Divya Bhaskar
સોસાયટીઓમાં પાણી ભરાતા મુશ્કેલી.
  • અગાઉ ભૂૂપેન્દ્રસિંહ ચુડાસમાને કરાયેલી રજૂઆતમાં માત્ર આશ્વાસન મળ્યાં હતાં રહીશો 15 વર્ષ અગાઉ બનેલી સોસાયટીમાં 700થી વધુ રહીશો પર રોગચાળાનો ભય

ધોળકામાં આવેલી હરિઓમનગર સોસાયટી અને સાઈદર્શન સોસાયટીમાં મઘીયા વિસ્તારમાં આવેલું વિરાટ સરોવર ઓવરફલો થતાં પાણી સોસાયટીઓમાં ઘૂસતાં લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીમાં આવેલા ઘરોમાં બાથરૂમમાં પણ પાણી ભરાઈ રહેતા લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાયા છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાઈ જવાના કારણે દુર્ગધ ફેલાઈ હોવાના કારણે સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર સ્થાનિકો તેમજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સોસાયટીઓ માં અંદાજિત 700થી વધુ રહીશો છે.

આ બાબતે હરિઓમ સોસાયટીનાં રહીશ પરેશભાઈ પટેલ તથા નરેન્દ્રસિંહ જાડેજાનાં જણાવ્યાં પ્રમાણે બે સોસાયટીઓમાં ચોમાસાની સીઝનમાં પાણી આવતું જ રહે છે. વિરાટ સરોવરનાં પાણીનો નિકાલ થતો નથી અને અનેક વખતે અમે નગરપાલીકામાં તંત્ર અને અધિકારીને રજૂઆતો કરી છે.અને કોઈ નિરાકરણ નથી. આ સોસાયટી ઓ 15 વર્ષથી બનેલી છે.

છતાં દર વર્ષે વરસાદી પાણી ભરાઇ જ રહે છે.અગાઉ દોઢ વર્ષ પેહલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સોસાયટીઓની મુલાકાત લીધી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે બે મહિનામાં જલ્દીથી આમ સમસ્યાનો અંત આવશે પરંતુ આ સમસ્યાનું કોઇ નિરાકરણ આવ્યું નથી. આ બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા ધોળકા નગરપાલિકાના કારોબારી ચેરમેન જેડી પટેલ સાથે વાતચીત થતાં તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકાની અંદર આ અંગે અમે દરખાસ્ત મૂકી છે.આ દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે અને બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે.

વેહલી તકે આ સમસ્યા નું નિરાકરણ આવશે. તેમજ ધોળકા બગોદરા રોડ પહોળો થતાં આ કામ અટકી ગયેલ છે જે આ કામ અંગે અમે RNB પાસે મંજૂરી માંગી છે એ ટૂંક સમયમાં આવી જશે. પાણી ભરાતા સ્થાનિકો તેમજ વાહનચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. નીચાણ વાળી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. વિસ્તારમાં પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો ત્રસ્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...