ગ્રામજનોમાં આનંદ:ધોળકાના સરોડા ગ્રામપચાયતના તલાટીની સાલજડા બદલી

ધોળકા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરોડાના ગ્રામજનોએ આક્ષેપો કરી પંચાયતને તાળાબંધી કરી હતી

તાજેતરમાં ધોળકા તાલુકાના સરોડા ગ્રામ પંચાયતનાં તલાટી બિનલબેન પટેલ સામે અમુક ગ્રામજનોએ કેટલાક આક્ષેપો કરી સરોડા ગ્રામ પંચાયતને તાળાબંધી કરી દેતા સમગ્ર અમદાવાદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને ધોળકા તાલુકા પંચાયતનાં વિસ્તરણ અધિકારી મુકેશભાઈ તાત્કાલિક સરોડા દોડી ગયા હતા અને ગ્રામજનોને સમજાવ્યા બાદ ગ્રામ પંચાયતના તાળા ખોલી નાખવામાં આવ્યા હતા.

આ બનાવની અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ પણ ગંભીર નોંધ લીધી હતી. દરમિયાન શનિવારે અમદાવાદ જિલ્લા પંચાયતનાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધારા ભાલારાએ સરોડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી બિનલ એસ. પટેલની બાવળા તાલુકાના સાલજડા ગ્રામ પંચાયતમાં બદલી કરતો આદેશ કર્યો છે. જેથી ગ્રામજનોમાં આનંદ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...