બાળકોના ભવિષ્ય સાથે ચેડાં:ધોળકાના પીસાવાડાની ધો. 1થી 8 સરકારી શાળાના મેદાનમાં પાણી

ધોળકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેદાનમાં કેડસમા પાણી હોવાથી શિક્ષકો વિદ્યાર્થીઓને મંદિરના ઓટલા પર કે ઝાડ નીચે બેસાડી અભ્યાસ કરાવવા મજબૂર બન્યા

ધોળકા તાલુકા નાં પીસવાડા ગામ માં આવેલ સરકારી શાળા માં હાલ શુક્રવાર નાં રાત્રે પડેલા વરસાદથી શાળામાં પાણી ભરેલું હતું આથી શનિવાર અને આજે સોમવારનાં દિવસે પણ વરસાદી પાણી ભરાવવાથી શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું. પાણીનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી. આમ બાળકોનું ભણવાનું બગડ્યું હતું.

પીસાવાડા શાળાના આચાર્ય જગદીશભાઈ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે શાળા ધોરણ 1થી 8ના વર્ગો ચાલે છે. શાળામાં 430 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેમાં શાળાનું પરિસર અને બિલ્ડિંગ નીચાણવાળા વિસ્તારમાં છે. અગાઉ SSA (સર્વ શિક્ષણ અભિયાન) પુરાણની ગ્રાન્ટની માંગણી કરેલ હતી પણ એવી ગ્રાન્ટ મળતી નથી. ગામ લોકો અને ગ્રામ સભા માં પણ આ મુદ્દે રજૂઆત કરી હતી છતાં ગામ દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી. પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી. શાળાના બાળકોનું ભણતર બગડે છે બાળકો શાળામાં શિક્ષણ માટે બેસી શકે તેમ નથી.

અમે માંગણી કરી રહ્યા છે કે મેદાનમાં માટીના દળ નાખવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ આવે તેમ છે. બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે હાલ અમારા શિક્ષકો પીસાવાડા ગામમાં આવેલા મંદિરમાં અથવા તો ઝાડની નીચે બેસીને બાળકોને ભણાવી રહ્યા છે એમાં પણ જો વરસાદ આવ્યો તો બાળકોનું ભણવાનું બાકી રહી જાય છે.આમ, બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે વરસાદના કારણે હાલ બાળકોની સંખ્યા 50% જેટલી જ આવે છે ઘણા બાળકો ઘરેથી જ આવતા નથી કેમકે એમને ખબર છે કે શાળાના મેદાનમાં કેડ સુધી નું પાણી ભરાયેલું છે. તો શાળામાં કેવી રીતે જઈ શકાશે આમ આજે પણ બાળકો આવ્યા હતા પરંતુ એક કલાકનું શૈક્ષણિક કાર્ય ચલાવીને બાળકોને ઘરે મોકલવા પડ્યા કારણકે વરસાદ ચાલુ હતો અને શાળાના ઓરડામાં પણ જઈ શકાતું નથી.

અન્ય સમાચારો પણ છે...