મુશ્કેલી:ધોળકાના કલીકુંડ-પૂલેન સર્કલના ખાડાઓનું સમારકામ શરૂ કરાયું, ભારે વરસાદથી રસ્તાઓ ધોવાતા મુશ્કેલી પડી રહી હતી

ધોળકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં પાછલા દિવસોમાં સર્વત્ર ભારેથી અતિભારે અને સારો કહી શકાય તેવો વરસાદ નોંધાયો હતો. સારા વરસાદનાં કારણે લોકોમાં ખુશી જોવામાં આવી રહી છે. પરંતુ ધોળકામાં તંત્ર અને તંત્રની લાલીયાવાળીની પોલ વરસાદે ખોલી નાખી હતી. લોકો આવા તમામ રસ્તા પર ચાલતાં “હાય” વે બોલી ઉઠતાં હતાં.

કલિકુંડ - પૂલેન તેમજ પૂલેન સર્કલથી ખેડા જતાં હાઈવે પર બાઇક ચાલકો દરરોજ બે-ત્રણ વખતના અકસ્માતો થતાં હતાં. ખાડાઓથી બચવા જો સાઈડમાં લે અથવા કોઈપણ બ્રેક મારે તો બીજા વાહન પાછળથી કે આગળથી અથડાઈ જતાં હતાં. ભારે વરસાદમાં ધોવાયેલા રસ્તાઓ પર તંત્ર દ્વારા થાગડ-થીંગડ શરૂ કર્યું હતું.પણ તેમાં પણ થોડા સમય પછી ડમરી ઉખડી જતાં અને તેમાંથી ધૂળ ઉડતાં આજુ બાજુ કાળી ધૂળ ઉડતી હતી આ કારણે કલિકુંડમાં આવેલી સોસાયટીઅોના રહીશોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો.ધૂળ વધુ ઉડતી હોવાથી હવા નું પ્રદૂષણ પણ વધ્યુ હતું.

આમ ,કલિકુંડ પુલેન પાસે તેમજ ધોળકા તાલુકાના અન્ય રસ્તાઓના રોડ અંગેનો ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતા ઉંઘમાંથી સફાળા જાગેલા તંત્રે આખરે મુખ્ય બિસમાર રોડનું સમારકામ શરૂ કરતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરના મુખ્ય રસ્તા ઓ પર ઠેર-ઠેર ખાડાઓ પડ્યા હતાં ત્યાં તંત્ર દ્વારા મેટલિંગની કામગીરી હાથ ધરી છે. તંત્ર દ્વારા શહેરના રસ્તાઓમાં પડી ગયેલા ખાડાઓનું નિરીક્ષણ કરી લેવલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસામાં વરસાદમાં પાથરવામાં આવેલા કોંક્રીટનું ધોવાણ થઈ હતું અને રસ્તા પર મોટા ખાડાઓ થઈ ગયા હોવાથી આ રસ્તો શહેરની જનતા માટે માથાનો દુખાવો સ્વરૂપ બની ગયેલ હતો. તંત્ર દ્વારા આ રોડનું કામ શરૂ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...