તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ધોળકાના ચલોડા પાસે કાર ઝાડમાં ઘુસી જતાં 1નું મોત, પિતા-પુત્ર કાર લઇ આવતા હતા

ધોળકા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધોળકાના ચલોડા ગામ પાસે સોમવારે રાતના સમયે કાર અકસ્માત થયો હતો. સોમવારે રાતે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તો એક વ્યક્તિ ઘાયલ  થઈ હતી. ઘટનાની વિગત એવી છે કે ચલોડામાં રહેતા નિકુંજભાઈ બીપીનભાઈ પટેલ ઉર્ફે ભુલો (ઉંમર વર્ષ 40) અને તેમનો પુત્ર ઋતુભાઈ સોમવારે રાત્રિના દસ વાગ્યે કોઈ કારણોસર ચલોડાથી ધોળકા પોતાની ગાડી લઇને જતા હતા. જેમાં અગમ્ય કારણોસર કાર ઝાડ સાથે ટકરાઇ હતી. અકસ્માતમાં નિકુંજભાઈને વધુ ઈજાઓ થતા પાછળ આવતી ઈનોવા ગાડીના ચાલકે તેઓને ધોળકામાં આવેલી પાશ્વનાથ  હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી સારવાર માટે એમ્બુલન્સ દ્વારા અમદાવાદમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં  લઈ જતા તેઓનું રસ્તામાં જ કરૂણ મોત થયું હતું. તેઓને ધોળકામાં લાવીને પીએમ માટે મોકલવામાં આવ્યા હતા.જ્યારે ઋતુભાઈને સામાન્ય ઈજાઓ થતા તે સલામત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો