ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેમજ ધોળકા સેવા પરિવાર સંચાલિત મોક્ષરથ ધોળકા શહેર ને અર્પણ કરવામાં આવી હતી જેમાં મોક્ષરથનાં દાતા મયુર ભાઈ બાબુભાઈ પટેલ (મયુર ડાયકેમ વટવા જીઆઈડીસી અમદાવાદ)ના હસ્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોળકા બ્રાન્ચના પાયોનીયર વડીલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોળકા બ્રાન્ચ આઇબેંકના ડાયરેકટર ગૌતમભાઈ.સી. મજમુદારને ધોળકા શહેરની સેવા માટે અર્પણ કરેલ દાતા મયુરભાઈ બાબુભાઈ પટેલ અવારનવાર સારા કાર્યો માટે દાનની સરવાણી વહાવતા રહે છે.
ધોળકાના રેહવાસી અશોકભાઈ મણિલાલ કા.પટેલ જે દાતા મયુર ભાઈ બાબુભાઈ પટેલના નજીકના શુભેચ્છાક અને સંબંધી હોવાથી તેઓની ધોળકા શહેર માટે સારા કાર્ય માટે કંઈક સારું કરવા માટે કરેલ અને દાતા મયુરભાઈએ ધોળકા શહેર માટે મોક્ષ રથ લોકાઅર્પણ કર્યું હતુંં. તેમ જ જેટલા વર્ષ ચાલે તેટલા વર્ષ મોક્ષરથ માટેના ડીઝલના ખર્ચનું દાન તેઓએ આપવાનું નક્કી કરી પ્રથમ 50,000 રૂપિયા ડીઝલ માટે દાન આપ્યા છે મોક્ષ રથ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ચકલેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂજા કરી લોકાર્પણ કર્યો હતો.
આ પ્રસંગે ધોળકાના અગ્રણીઓમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ રીનાબેન ત્રિવેદી, કારોબારી ચેરમેન જે. ડી. પટેલ, પીપલ્સ બેંકના ચેરમેન અને ઇન્ડિયન રેડ ક્રોસના ઓનરરી સેક્રેટરી દીપકભાઈ શાહ ,મેનેજિંગ ડાયરેક્ટર ચીમનભાઈ પટેલ, અન્નક્ષેત્ર ટ્રસ્ટીઓ સવજીભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ આસ્તિક, ધોળકા સેવા પરિવારના સભ્યો અશોકભાઈ. જે. કા પટેલ ,મનીષભાઈ કા.પટેલ ,હરિભાઈ ઠક્કર , ચિરાગ શાહ,તેમજ વિનુભાઈ ચાવાળા વગેરે હાજર રહ્યા હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.