આરોપીની ધરપકડ:ધોળકા પોલીસે ચોરીના 7 મોબાઈલ સાથે 1ને ઝડપ્યો

ધોળકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ બાવળાના રાશમનો શખસ મોબાઇલ વેચવા ધોળકા જઇ રહ્યો હતો

ધોળકા ટાઉન પોલીસે છળકપટથી મેળવેલા મોબાઇલ લઇ ધોળકા વેચવા આવી રહેલા એક આરોપીની ધરપકડ કરી હતી. ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ને બાતમી મળેલ કે બાવળા તરફથી ધોળકાની બલાસ ચોકડી તરફ એક ઇસમ મોબાઈલ ફોન છળકપટથી મેળવી ધોળકા તરફ વેચવા આવી રહ્યો છે.

જે બાતમી આધારે પોલીસે બલાસ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળો ઇસમ આવતા તેને અટકાવી અંગઝડતી કરતા તે ઇસમ પાસેથી 7 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેની પાસે પોલીસે બિલ અને આધાર પુરાવા માંગતા તેની પાસે નહી હોવાનું તેણે જણાવેલ હતું.

આથી પોલીસે સાતે મોબાઈલ કબજે કરી તેની અટક કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ચોરીના સાત મોબાઈલ સાથે પકડાયેલ ઇસમ મયુરભાઈ ઉર્ફે મંગો અમરતભાઈ મકવાણા (રહે. રાશમ ગામ, તા. બાવળા) હોવાનું ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...