તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાહન ચોરીને ફરવા નીકળેલા 2 ચોર ધોળકા પોલીસના સકંજામાં, ધોળકાની 15 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

ધોળકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વધી રહેલા વાહનચોરીના બનાવોને પગલે પોલીસ એલર્ટ બની
  • પોતાના બાઇકની ચાવી વડે અન્ય બાઇકની ચોરી કરતા હતા, બાઇકો સહિત 2.26 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વધી રહેલા વાહનચોરીના બનાવોને રોકવા તથા આરોપીઓને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે અપાયેલી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે ધોળકા પીઆઇ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે 2 આરોપીને ચોરીના બાઇક સાથે ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની કરેલી પૂછપરછમાં વધુ 14 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જેના પગલે પોલીસે 15 બાઇક કબજે લઇ 2.26 લાખનો મુદ્દામાલ કબજે લઇ વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વાહનચોરીના ગુના ઉકેલવા તથા આરોપીઓને પકડી લેવા માટે પોલીસ કર્મચારીઓને સુચના આપી હતી. જેના પગલે ધોળકા પોલીસ મથકના પીઆઇ એલ.બી.તડવી સહિતની પોલીસ ટીમ વાહન ચેકિંગમાં લાગી હતી. ત્યારે ધોળકા બાપાસીતારામ મઢુલી મધીયા રોડ બગોદરા રોડ ખાતે તા.2 જુલાઇના રોજ સાંજના સમયે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે દિગ્વિજયસિંહ બળવંતસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે ચોરીના બાઇક સાથે 2 વ્યક્તિને ઝડપ્યા હતા.

જેમાં કુલદિપસિંહ સુખદેવસિંહ વાઘેલા (ઉં.વ.27, રહે, કૌકાગામ) તથા ભુપેન્દ્ર ઉર્ફે ગોગો કહળસંગ મકવાણા (ઉં.વ.25, રહે, તુળજા બંધ મિલમાં, ધોળકા વટામણ ચોકડી)ને ઝડપી લઇ તેઓની પાસેથી બાઇક, મોબાઇલ મળી કુલ રૂ.18500નો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપી પાસેથી મળી આવેલા બાઇકનો નંબર પોકેટ કોપમાં તપાસ કરતાં બાઇક ધોળકા બેંક ઓફ બરોડા સામેથી ચોરી થયાનું જણાઇ આવ્યું હતું. આરોપીઓની કરેલી પૂછપરછમાં ધોળકાના વિવિધ વિસ્તારમાંથી છેલ્લા 6 માસ દરમિયાન 13 બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

બાઇક ચોરીમાં કુલદિપસિંહે પોતાની બાઇકનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું હતું. આરોપીઓએ છેલ્લા 6 માસ દરમિયાન ધોળકા ટાઉનના વિવિધ વિસ્તારમાંથી 14 જેટલા બાઇકની ચોરી કરી હતી. જેથી પોલીસે ચોરીમાં ઉપયોગ કરેલા બાઇક સાથે 15 બાઇકને કબજે લીધા હતા. પોલીસે કુલ રૂ.2.34.500નો મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ સિધિગેટ ચોકીના ઇન્ચાર્જ હરદેવસિંહ નટવરસિંહ ચલાવી રહ્યા છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી
2 આરોપી પૈકી કુલદિપસિંહ પોતાનું બાઇક લઇ ધોળકા ટાઉન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલા બાઇકને પોતાના બાઇકની ચાવી લગાવી ચાલુ કરી ચોરી કરતાં હતા. તેઓ માત્ર હિરો હોન્ડા બાઇકની જ ચોરી કરતાં હતા.

અન્ય સમાચારો પણ છે...