કાર્યવાહી:ધોળકા પાલિકાએ વેપારીઓ પાસેથી પ્લાસ્ટિકનાં ઝભલાં જપ્ત કર્યાં

ધોળકા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 હજારનો દંડ વસૂલાયો, ફરીથી પકડાશે તો 5 હજારનો દંડ કરાશે

અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકા વિસ્તારમાં બજારમાં પ્લાસ્ટિક ઝભલાના હોલસેલ વેપારી ઓને સીંગલ યુઝ પ્લાસ્ટિક નહીં વાપરવા સમજણ અપાઈ તેમજ રૂપિયા છ હજારનો દંડ વસૂલાયો હતો. પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નોટિફિકેશન નંબર જી એસ આર 571 (આ) તારીખ 12 ઓગસ્ટ 2021 દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમ 2021 અન્વયે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતા તેમજ ગુમાસ્તાધારા અધિકારી અશોક પંજાબી સેનેટરી વિભાગના કર્મચારી વિવેક પટેલ દ્વારા આજરોજ ધોળકા શહેરના પ્લાસ્ટિક વેચતાહોલસેલ વેપારી ઓને 75માઇક્રોથી નીચેના પ્લાસ્ટિક ઝબલા તેમજ પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓ જેવાકે પ્લેટો ક્લાસ કાંટા ચમચી પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે.

જે 31 ડીસેમ્બર 2022 સુધી રહેશે અને ત્યારબાદ 75 માઈક્રોથી વધારીને 120 માઈક્રોએ અમલવારી કરાવવાની રહેશે જે સમજણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બજારના વેપારીઓને આપવામાં આવી હતી જ્યારે અમુક વેપારીઓ પાસે 35 કિલો જેટલા પ્લાસ્ટિક ઝભલા જપ્ત કરી પ્રત્યેક વેપારીને રૂપિયા હજાર રૂપિયા લેખે દંડ કરવામાં આવ્યો હતો અને હવે જો કોઈ વેપારી 75 માઈક્રો થી નીચે ઝભલા વેચતા પકડાશે તો રૂપિયા 5000 રૂપિયા લખે દંડ કરવામાં આવશે તેવી કડક ભાષામાં ચીમકી આપી હતી. જેથી વેપારીઓમાં ફફડાટ છે.

અન્ય સમાચારો પણ છે...