તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ધોળકા - ખેડા હાઇવે ઉપર 20 વર્ષથી ખાડાનું સામ્રાજ્ય : અનેક વાહનચાલકોને પરેશાની

ધોળકા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો અગાઉ ધોળકાથી ખેડા માત્ર 30 મિનિટમાં પહોંચી જવાતું હતું , હવે દોઢ કલાક લાગે છે

ધોળકા ખેડા હાઇવે ખખડધજ બન્યો છે. ધોળકાથી ખેડા સુધીના 30 કિલોમીટરના હાઇવેમાં મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. ઘણીવાર ટ્રાફિકજામ થતા ક્લાકો સુધી વાહનચાલકોને ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. અગાઉ ધોળકાથી ખેડા અડધો કલાકમાં પહોંચી જવાતું હતું. જો કે હવે વાહનચાલકોને દોઢ કલાક જેટલો સમય લાગે છે. ત્યારે આવા રોડથી અનેક વાહનચાલકો પરેશાનીમાં મુકાઈ જાય છે તેથી આ મામલે હવે તંત્ર દ્વારા કોઈ નક્કર આયોજન કરવામા આવે તેવી લોક માગણી છે.

ધોળકા ખેડા રોડ પર છેલ્લાં 20 વર્ષથી ઠેરઠેર ખાડાઓનુ સામ્રાજ્ય જોવા મળે છે. જેમાં રોડ બનાવવા માટે ટેન્ડરો પાસ થાય છે અને રોડ પણ બનાવવામાં આવે છે પરંતુ તરત જ તૂટી જાય છે.જેને લઈને નાગરિકો તંત્રની કામગીરી સામે નારાજગી વ્યકત કરી રહયા છે.ખેડા થી ધોળકા તરફ જવાના રોડ પર છેલ્લા કેટલાક સમયથી રોડ પર ઠેર ઠરે ખાડા અને તુટેલા રોડથી વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ખારીકટ , સાબરમતીના પુલ પર પણ ગાબડાં
ચોમાસામાં વરસતા વરસાદને લઈને રોડ પર ખાડાઓ પડી જતાં હોય છે.તંત્ર ધ્વારા ઠેર ઠેર નાના મોટા ખાડાઓમાં થીંગડામારીને પુરી દેવાય છે.પણ કાયમી નિરાકરણ આવે તેવુ આયોજન કરાતુ ન હોવાને કારણે નાગરિકો,પસાર થતાં વાહનોના ચાલકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ખેડાથી ધોળકા રોડ પર આવેલી ખારીકટ અને સાબરમતી પરના પુલ પર ઠેરઠેર ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...