વતન વાપસી:યુક્રેન-રશિયાના યુદ્ધમાં ફસાયેલા ધોળકા-બોટાદના છાત્રો ઘરે ફર્યા

ધોળકા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોળકાનો વૃશાંક પરમાર - Divya Bhaskar
ધોળકાનો વૃશાંક પરમાર
  • અિધકારીઓએ વિદ્યાર્થીઓના વાલીઓની મુલાકાત લીધી હતી

આજરોજ ધોળકા આમ્રકુંજ સોસાયટી. કલિકુંડમાં યુક્રેન તેમજ રશિયાના યુદ્ધમાં ફસાયેલ વિદ્યાર્થી પરમાર વૃશાંક મહેન્દ્રભાઈ તેમના નિવાસ્થાને નગરપાલિકાના પ્રમુખ રીનાબેન ત્રિવેદી, કારોબારી ચેરમેન જે.ડી પટેલ. કનુભાઈ પરમાર. કાઉન્સિલર અશોકભાઈ મકવાણા. એ રૂબરૂ મુલાકાત લઇ તેઓને આશ્વાસન આપ્યું હતું આ વિદ્યાર્થી રોમાનિયાની બોર્ડર ઉપર ભારત સરકારના ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની દેખરેખ હતા ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેને ધોળકા વતન લાવવા પૂરતા પ્રયત્નો કર્યા તેમજ આજરોજ તેમના પિતાશ્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

તેઓ ભારત પરત આવી દિલ્હીથી બસ મારફત એમના નિવાસ્થાને પરત ફર્યા હતા. જ્યારે બોટાદનાં વિદ્યાર્થીઓ સહી સલામત પરત ફરતા રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનોએ વિદ્યાર્થીઓને ફૂલ હારથી સ્વાગત કર્યું હતું. ભારત સરકારના મિશન ગંગા દ્વારા યુક્રેનથી પરત ફરેલા બોટાદના બિપીન વિરજા, આશિષ મોકસના, ભાવેશ મોકાસણાનું બોટાદ ખાતે દિલીપ સાબવા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રજકીય આગેવાન દિલીપભાઈ સાબવા, બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા અને શહેરજનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું.

હજુ બોટાદના વિરલ પંકજભાઈ ઝાપડિયા યુક્રેનના સુમીમાં ફસાયા છે જેને મદદ કરવા માટે દિલીપ સાબવાએ સરકાર સુધી વિરલ ઝાપડીયાની માહિતી આપી અને વિરલ ઝપડિયા સાથે દિલીપ સાબવા સતત સંપર્કમાં રહી આ વિદ્યાર્થી પણ ઝડપથી સહી સલામત વતનમાં પરત આવે તેવા પ્રત્યનો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...