તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધોળકાનાં મફલીપુરના ઠાકોરવાસમાં દૂષિત પાણીથી છૂટકારો મળ્યો

ધોળકા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીવાનું પાણી ‌ગંદુ આવતાં સરપંચે રજૂઆત કરી
  • ખોદાણ કરાવી ચેક કરતાં કનેક્શન કોહવાઈ ગયું હતું

ધોળકા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મફલિપુર ગામમાં ઠાકોર વાસમાં ગંદુ તેમજ દૂર્ગંધવાળો પીવાનું પાણી આવતા આ બાબતે આ વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરો ચંદુભાઈ સરપંચે રજૂઆત કરતાં મફલીપુર ઝોનલ ઓફિસ અશોકપંજાબી તેમજ પાર્થ પટેલ રૂબરૂ તપાસ કરતા વોટર વર્કસના કર્મચારી માણેક ડોડિયા સોમાભાઈ પટેલ રમેશભાઇ ડોડિયાને સાથે રાખીને અમુક જગ્યાએ ખોદાણ કરાવીને ચેક કરતા રહેણાકના પ્રાઇવેટ કનેક્શન કોવાય જવાને લીધે કનેક્શન લીકેજ થતા માલુમ પડ્યા હતા જેના લીધે દૂષિત પાણી આવતું હતું.

જે આજરોજ આવા કનેક્શન કાપી નાખતા આ વિસ્તારના લોકો ને ચોખ્ખુંપાણી મળતા ગ્રામના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો અને ચંદુભાઈ સરપંચ એ પાણી ખાતાના કર્મચારીઓને કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...