પાલિકા તંત્ર નિષ્ક્રિય:ધોળકાના રંગારાવાડમાં દૂષિત પાણીની સમસ્યા

ધોળકા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોગચાળો ફાટવાની દહેશત

ધોળકા ખાતે વોર્ડ નંબર પાંચમાં આવેલા રંગારાવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી પીવાનું પાણી પૂરતું અને સમયસર મળતું નથી અને જે મળે છે તે પણ દૂષિત પાણી મળે છે. આથી આ વિસ્તારનાં સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. દૂષિત પાણી નાં કારણે રંગારાવાડ વિસ્તારમાં ઝાડા ઉલટી, કમળા નો રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. આ પાણી નો પ્રશ્ન હલ કરવા માટે ધોળકા નગરપાલિકા માં લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્ન હલ કરવા આવતો નથી. આ વિસ્તારમાંથી ચૂંટાયેલા મ્યુનિ. કાઉન્સિલરો આ પ્રશ્ન હલ કરવા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહીશો ની માંગ છે. ઝડપથી કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...