સહાય આપવા માંગણી:સિમેજમાં લઠ્ઠાકાંડના મૃતકનાં પરિવારની કોંગ્રેસે મુલાકાત લીધી

ધોળકા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકનાં પરિવારને10 લાખની સહાય આપવા માંગણી

બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં કામ અર્થે રહેતા ધોળકા તાલુકાના સિમેજ ગામના વતની મુકેશભાઈ પરમારનું લઠ્ઠાકાંડમાં મૃત્યુ નીપજ્યું હતું. આ મૃતક પરિવારને મળવા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બલવંતસિંહ ગઢવીની આગેવાનીમાં કોંગ્રેસ અગ્રણીઓ સિમેજ ગયા હતા. મૃતકના પરિવારજનોને મળી તેઓને સાંત્વના પાઠવી હતી. તેમજ મૃતકનાં પરિવારજનોને 10 લાખની સહાય રાજ્ય સરકાર આપે તેવી જિલ્લા પ્રમુખ તરફથી માંગ કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ સાથે સમગ્ર જિલ્લા સંગઠન અને તાલુકા - શહેર સંગઠન હાજર રહ્યું હતું.

ત્યારબાદ ધોળકા પ્રાંત અધિકારીની કચેરીની મુલાકાત કરીને શિરસ્તેદાર સમક્ષ પરિવારને ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી. મૃતકની 2 દીકરીઓ અને 1 દીકરાને ગુંદીની આશ્રમશાળામાં 12 ધોરણ સુધી રહેવા જમવાની અને ભણાવવાની જવાબદારી જિલ્લાના ઉપપ્રમુખ જશુભાઈ સોલંકીએ સ્વીકારી હતી.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બલવંતસિંહ ગઢવી, ઉપપ્રમુખ જગદીશભાઈ પાઠક, જશુભાઈ સોલંકી, ભરતભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી પંકજકુમાર ઝાલા, મનીષભાઈ મકવાણા, ઓબીસી જિલ્લા સેલના ચેરમેન નાનુભાઈ મકવાણા , એસ.સી. સેલના ચેરમેન હરીશભાઈ પરમાર, ધોળકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઐયુબખાન પઠાણ, ધોળકા તાલુકાના ડેલિકેટ કનુભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ મઘાભાઈ વેગડા, ધોળકા તાલુકા સંગઠન પ્રમુખ નરેશભાઈ વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ ફિરોઝખાન પઠાણ, ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુરખાન તાલુકદાર તેમજ અન્ય કાર્યકર મિત્રો સાંત્વના પાઠવવા હાજર રહ્યા હતા. જિલ્લા પ્રમુખ દ્વારા સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં દારુના વેચાણ કેન્દ્રો છે, ત્યાં તુરંત બંધ કરવામાં નહિ આવે તો જનતા રેડ પાડવામાં આવશે તેવી અધિકારીઓને રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...