બુધવારે ધોળકા વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ સરદારસિંહ ડાભીએ ઉમેદવારી પત્ર ભર્યુ હતુ ત્યારે હાજર રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી .આર . પાટીલે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યુ હતુ કે બંને પાર્ટીઓ નેતાવિહીન પાર્ટી છે તેમજ મફતના રેવડી કલ્ચરથી લોકોને બેવફૂક બનાવવા નીકળ્યા છે ગુજરાત સરકારનું જેટલું બજેટ છે તેના કરતાં પણ દસ ગણું વધારે લોકોને મફત આપવા નીકળ્યા છે જે હથેળીમાં ચાંદ બતાવવા સમાન છે.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા કે હજુ સુધી તેઓ ધોળકા વિધાનસભામાં પોતાનો ઉમેદવાર જાહેર કરી શકી નથી અમે તો વિકાસના કામોની લક્ષમાં લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની હિસાબે લોકો પાસે મત માંગવા જઈશું આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના આગેવાન તાલુકાના અપક્ષ ડેલિગેટ સુરેશભાઈ ભરવાડ તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
તેમજ ધોળકામાંથી પણ નિરવભાઈ કાછીયા પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ધંધુકાના ઉમેદવાર કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા ડેલીગેટો, પ્રભારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.