પ્રચાર:ધોળકાના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ગણપતિપુરાનાં દર્શનથી પ્રચાર શરૂ કર્યો

ધોળકા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે વિકાસ કાર્યો યાદ કરાવ્યાં, કોંગ્રેસે વચનો આપ્યાં

ધોળકામાં ભાજપ તથા કોંગ્રેસ દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરાયો. ‌BJPના ઉમેદવાર કિરીટસિંહ ડાભીના લોક સંપર્ક કાર્યક્રમ મુજબ ધોળકાના મુજપુર, ડડુસર, કાદિપુર, રૂપગઢ, ધોળી, ભુંભલી, રાયપુર, જાખડા, વેજલકા, કેસરગઢ, ગણપતિપુરા, ટપરપરા મુકામે સભા યોજી હતી. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિનની સરકાર દ્વારા થયેલા વિકાસના કામોની તેમજ ધોળકા વિધાનસભામાં થયેલા વિકાસના કામોની માહિતી આપવામાં આવી હતી. આ સભામાં કાર્યકર્તા તથા ગામના લોકો જોડાયા હતા.

ધોળકા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડ દ્વારા કોંગ્રેસ કાર્યકરોના કાફલા સાથે ગણપતિપુરા મંદિર અને અરણેજના બુટ ભવાની મંદિરથી આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચારના ઝંઝાવાતી શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.

તેમણે કોઠ, શિહોરીપૂરા, ટપલપુરા, અરણેજ, વેજલકા, કેસરગઢ, બેગવા, ભવનપુરા સહિત 10 ગામોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન અમદાવાદ જિલ્લા કૉંગ્રેસ સમિતિ, તાલુકા -શહેર કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ સમિતિનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...