ગ્રાઉન્ડ રિપોર્ટ:ધોળકા બેઠકમાં મુખ્ય રસાકસી ભાજપ, કોંગ્રેસ અને આપની રહેશે

ધોળકા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોળકાના 250854 મતદાર ઉમેદવારોનું ભાવી નક્કી કરશે
  • વિધાન સભા બેઠકમાં અપક્ષ ઉમેદવારો સાથે ચૂંટણી લડાશે

ધોળકા વિધાનસભા મતવિસ્તારમાં ધોળકા ગ્રામ્ય એટલે કે જિલ્લા પંચાયતની બદરખા ,સાથળ, કૌકા, કોઠ, વટામણ બેઠકોના અંદાજિત 70 જેટલા ગામ વિસ્તારના તથા ધોળકા શહેરી વિસ્તાર અને બાવળા તાલુકાના 18 ગામ મળીને કુલ 2,50,854 જેટલા મતદારો છે.

જેમાં જ્ઞાતિનું સમીકરણ પ્રમાણે કોળી પટેલ સમાજના વોટ સૌથી વધુ અને ત્યારબાદ રાજપૂત સમાજ, દલિત સમાજ, ઠાકોર સમાજ, લઘુમતી સમાજ, પટેલ સમાજ, દેવીપુજક સમાજ, ભરવાડ-રબારી સમાજ તથા અન્ય સમાજના મતદારો છે. આ વિસ્તારમાં કોળી સમાજ અને રાજપૂત સમાજનું પ્રભુત્વ છે.

કોળી સમાજ અને રાજપૂત સમાજની જન સંખ્યા વધુ હોવાથી દરેક પક્ષો આ 2 સમાજમાંથી વધુ દાવેદારો અત્યાર સુધી મૂકતા આવ્યા છે. બાવળા તાલુકાના 18 ગામો સિવાયની આ વિસ્તારમાં વાત કરીએ તો કોળી પટેલ 29124, રાજપૂત સમાજ 20870, દલિત સમાજ 25211, લઘુમતી સમાજ 28715, ઠાકોર સમાજ 22655, પટેલ સમાજ 13998. આમ આ મોટા 6 સમાજના આંકડા અંદાજિત વાચકોને આપવામાં આવ્યા છે. આમ આગામી 5 ડિસેમ્બરના રોજ ધોળકા વિધાનસભાનું ભાવી કુલ 2,50,854 મતદારોના હાથમાં છે. ભાજપ ,કોંગ્રેસ ,આમ આદમી પાર્ટીનું ભાવી આ મતદારો નક્કી કરશે.

ભાજપ દ્વારા સીધરેજ ગામના કિરિટસિંહ ડાભી (રાજપૂત સમાજ)ને ટિકિટ આપી જેવો અગાઉ પણ અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોઠ સીટ પરથી શિક્ષણ સમિતિના ચેરમેન હતા. અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોકરી કરી ચૂક્યા છે.જ્યારે કોંગ્રેસ પક્ષે બાવળા તાલુકાના ભામસરા ગામના ખેડૂત અને કોળી પટેલ સમાજના આગેવાન, અગાઉની ચૂંટણીમાં ખૂબ જ ઓછી સરસાઈથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે લડી ચૂકેલા અશ્વિન રાઠોડને ટિકિટ આપી છે.

આમ આદમી પાર્ટીએ બદરખા ગામના રાજપૂત સમાજના જઠુભા ગોળને ટિકિટ આપી છે. આમ આ વિધાનસભા સીટ પર ત્રીપાંખીઓ જંગ જામશે. બીજી બાજુ અપક્ષ ભાજપ-કોંગ્રેસના વોટ બગાડે તેવું દેખાઈ રહ્યું છે.આમ આ સાથે બીજી પાર્ટી અને અપક્ષ થઈ કુલ 15 ઉમેદવારો આ ધોળકા વિધાનસભાની ચૂંટણી લડશે.

અન્ય સમાચારો પણ છે...