તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ધોળકામાં ફેક ઇન્ટ્રાગ્રામ ID બનાવી બદનામીનો પ્રયાસ

ધોળકા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોળકાના કોંગ્રેસના કાઉન્સિલરના પુત્રના નામે આઇડી બનાવી પરિવારને બદનામ કરવાના પ્રયાસ કરતાં ગુનો

ધોળકા ખાતે મિરકુવા મોહલ્લામાં રહેતા ધોળકા નગપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર સાકીરમિયાં મલેકના પુત્ર સાકીબ હુસેન મલેકે સાયબર પોલીસ સ્ટેશન અમદાવાદ રેન્જમાં તેમના નામથી બે ફેક ઈનસ્ટાગ્રામ આઇડી બનાવનારી અજાણી વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે અજાણ્યા આરોપીએ મારવેલ્યુસ ડેવિલ 72 અને 3945 ડેવિલ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવનારી અજાણી વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવી ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી સોશિયલ મીડિયામાં ઇલેક્ટ્રોનિક્સ સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરી ફેંક ઇન્સ્ટાગ્રામ બંને આઇડીમાં ડીપીમાં ફરિયાદીનો તેમજ ફરિયાદીના માતા-પિતાનો ફોટો રાખી ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ગંદી કૉમેન્ટો કરી ફરિયાદીના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં છોકરીઓને મોકલી ફરિયાદીને તેમજ ફરિયાદીના મા-બાપને માનસિક તેમજ સામાજિક રીતે બદનામ કરવા માટે કાર્ય કરી ગુનો કર્યો છે.

આ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સી.વી. નાયકે આરોપીએ શોધી કાઢવા ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. કોરોના કાળમાં ઇસ્ટ્રગ્રામ સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી તેનો ગેરઉપયોગ કરતા હોવાની ફરિયાદો વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...