તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ધોળકાના ત્રાંસદ ગામે શૌચક્રિયા જવાની બાબતે હુમલો, 8 ઘાયલ

ધોળકા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક મહિલા શૌચક્રિયા માટે ગઇ હોવાથી એક પુરુષને ના પાડતાં પરિવારના સભ્યો પર હુમલો કરાયો

ધોળકાનાં ત્રાસદ ગામમાં વાદીના ટેકરા પાસે શૌચાલય જવા બાબતે ઝઘડો કરી લાકડીઓ મારી બધાને ઇજા પહોંચાડી હતી. લાકડીઓ તથા ધારિયા જેવા હથિયારથી કરાયેલા હુમલામાં 8થી વધુ લોકોને ઇજા થઈ હતી. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

લાલજીભાઈ વિનુભાઈ સલાટે (ઉંમર વર્ષ 32 ધંધો ડ્રાઇવિંગ રહે.વાદીનો ટેકરો ત્રાસદ રોડ ધોળકા) ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગુરુવારે રાતે આઠ વાગ્યાની આસપાસ રોડ ઉપર બોલાચાલી થતા હું તાત્કાલિક ત્યાં ગયો હતો ત્યાં મારા કાકાની દીકરી ક્રિષ્નાબેન કરસનભાઈ તથા મારાભાઈની વહુ હેતલબેન સચીનભાઈ સલાટ તેઓની સાથે મહેશ ભાઈ ચંદુભાઇ સલાટ તથા તેમના ઘરનાં બોલાચાલી કરતા હતા અને ઝઘડા બાબતે મે મારી બહેન ક્રિષ્નાબેને પૂછતા તેમણે મને જણાવ્યું કે હું તથા મારી ભાભી હેતલબેન શૌચક્રિયા માટે ગયા હતા.

ત્યાં મહેશભાઈ ચંદુભાઇ સલાડ પણ શૌચક્રિયા માટે જતા હતા. તેથી અમોએ તેઓને ના પાડતા અમારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. તે વાત કરતા મહેશભાઇનો ઉપરાણું લઇને ચંદુભાઈ કાળુભાઈ તથા અરવિંદભાઇ ચંદુભાઇ, પ્રવીણભાઈ ચંદુભાઇ, સાગરભાઇ કાળુભાઈ, કિરણભાઈ સાગરભાઇ તથા વિનુભાઈએ લાકડી લઈને તથા પીન્ટુભાઇ દાનુભાઈ સલાટ હાથમાં ધારીયું લઈને આવેલા અને અમો તમામને જેમ તેમ બોલી તમામ માણસોએ પોતાના હાથમાંના હથિયારોથી અમને બધાને મારવા લાગ્યા હતા.

જેમાં અજયભાઈ સલાટને લાકડીથી મહેશભાઈ ચંદુભાઈને ડાબા હાથે મારતા ફેક્ચર થયું છે. તેમજ કરસનભાઈ ધીરુભાઈ સલાટની પ્રવીણભાઈ ચંદુભાઈ મહેશભાઈ ચંદુભાઈ ઘા કરતાં કપાળના માથામાં ઇજા થઈ હતી. તેમજ દોલુ ભાઈ મેરૂભાઈ સલાટના હોય પીન્ટુભાઇ દાનાભાઈ નામે ધારીયું મારતા ઇજા થઇ હતી. તેમજ દશરથભાઇ સલાટ, લક્ષ્મણભાઈ સલાટ મને આ તમામને એક સંપથી અમને બધાને શરીરમાં લાકડીઓથી માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો