વિરોધ:અમદાવાદમાં કાલે યોજાનારી મોંઘવારી વિરુદ્ધની રેલીમાં જોડાવા અપીલ

ધોળકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ અગ્રણીઓને કાર્યકરો સાથે રેલીમાં જોડાવા સૂચન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 5 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રિવરફ્રન્ટમાં મોંઘવારી વિરુદ્ધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની નજીકના તાલુકાઓ માંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓને કાર્યકરો ઉપસ્થિત રહે તે માટેની તૈયારીના ભાગરૂપે ધોળકા,ચુંવાળમાં બેઠક યોજાઈ હતી.

ચુંવાળમાં લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય વિરમગામના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના અગ્રણીઓ અશોક બેરવા સુરેન્દ્રનગર લોકસભા પ્રભારી, શૈશઅવતાર શર્મા વિરમગામ વિધાનસભા પ્રભારી, મહાદેવભાઇ કોળી પટેલ, કનુભાઈ ઠક્કર સહીતે 5 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રિવર ફ્રન્ટમાં કોંગ્રેસની મોંઘવારી વિરુદ્ધની રેલી વિશે માહિતી આપી હતી. બેઠકમાં ઉપસ્થિત વિરમગામ માંડલ અને દેત્રોજ રામપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને અગ્રણીઓને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રેલીમાં જોડાવા જરૂરી સૂચન કરવામાં આવ્યું હતું.

ધોળકામાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મગનભાઈ જાદવના પ્રમુખ સ્થાને ધોળકા શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ પદાધિકારીઓ ,તાલુકા ડેલીગેટો, નગરપાલીકા સદસ્યો, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ , મહીલા કોંગ્રેસના પ્રમુખ તથા પદાધિકારીઓ તથા કાર્યકરો ની અગત્યની મીટીંગ આગામી સોમવારે અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના વરિષ્ટ નેતા અને માજી પ્રમુખ રાહુલ ગાંધી પધારનાર હોઈ અગત્યની ચર્ચા વિચારણા કરવામાટે બોલાવવામાં આવી હતી. તેમાં ધોળકા શહેર અને તાલુકા માંથી વિશાળ સંખ્યામાં કાર્યકરો લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મીટીંગ નરેશભાઈ વાઘેલા, ફીરોઝખાન પઠાણ , જશુભાઈ સોલંકી, ભરતભાઈ પટેલ, ઐયુબખાન પઠાણ, નાનુભાઈ મકવાણા, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...