ધરપકડ:વટવામાં ચોરીના કેસનો ફરાર આરોપી ધોળકાથી ઝબ્બે

ધોળકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ ધોળકાનો રહેવાસી આરોપી ધોળકા ગયોને પોલીસે પકડી લીધો

અમદાવાદ શહેરના વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ફરાર આરોપીને ધોળકા પોલીસે બાતમીના આધારે ધોળકાના મેનાબેન ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો.

ધોળકા ટાઉન પીઆઈ એન.ડી. ચૌધરીએ નાસતા ફરતા તેમજ પેરોલ ફર્લો જંપ થયેલા આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી. તેના ભાગરૂપે હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહને બાતમી મળી હતી કે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુનાનો આરોપી ઝહીર ઇબ્રાહીમભાઈ મોમીન ( રહે. ખોખર ચકલા, સોનીવાડ, ધોળકા ) નાસતો ફરે છે.

તે ધોળકા મેનાબેન ટાવર ચાર રસ્તા પાસે આવવાનો હોવાથી પોલીસે વોચ ગોઠવી આ આરોપીને ઝડપી લીધો હતો. આ કામગીરી માં ધોળકા ટાઉન પીઆઈ એન. ડી. ચૌધરી, પીએસઆઈ એન. આર. ગોહેલ, પીએસઆઈ એન.એલ.દેસાઈ, એએસઆઈ પ્રભુભાઈ, હે.કો. મુકેશસિંહ, વિક્રમભાઈ, પો.કો. પ્રદીપસિંહ, દિગ્વિજસિંહ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...