કરૂણાંતિકા:લઠ્ઠાકાંડમાં ધોળકા તાલુકાના સિમેજ ગામના યુવકનું મોત

ધોળકા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોળકા તાલુકાના સિમેજ ગામનો વતની મુકેશભાઈ હમલભાઈ પરમાર ( કોળી પટેલ ) ૧૫ વર્ષથી તેની સાસરી બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં પરિવાર સાથે રહેતો હતો. સાસરીમાં ખેત મજૂરી અને હીરા ઘસવાનું કામ કરી ને ઘરનું ગુજરાન ચલાવતો હતો. 2 િવસ અગાઉ રોજિદ ગામમાં ઝેરી લઠ્ઠો પીવાના કારણે અમુક લોકો મોતને ભેટ્યા હતા. મુકેશભાઈએ પણ આ ઝેરી પીણું પીતા તેમની તબિયત લથડતાં તેમને સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. બુધવારે મુકેશભાઈ પરમારની અંતિમવિધિ સિમેજ ગામમાં કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...