દુર્ધટના:કોઠ ગામ પાસે પતંગની દોરીથી વ્યક્તિનું ગળું કપાયું

ધોળકા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને બગોદરા 108 દ્વારા અમદાવાદ સોલા સિવિલમાં સારવાર માટે લય જવાયો

મકરસંક્રાતિના પર્વ પૂર્વે જ ધોળકાનાં કોઠગામ પાસે પતંગની દોરીના કારણે એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગુરુવારે અંકિતભાઈ વજુભાઈ સોલંકી રહે. સરગવાળા તાલુકો ધોળકા જીલ્લો અમદાવાદ જેઓ સાંજનાં 5.30 વાગ્યા અરસામાં કોઠ ગામ તરફ રોડ પરથી પોતાના ઘર તરફ જતા હતા એ સમયે પતંગની દોરી ગળાના ભાગે લાગી જતા તેઓને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને બગોદરા 108 દ્રારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં લય જવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, શહેરોમાં અને ગામોમાં પતંગના શોખીનો ઘાતક દોરીઓનો ઉપયોગ કરે છે. તેના કારણે દર ઉત્તરાયણમાં અનેકના ગળા કપાય છે અને અમુક વાર માસુમો મોતનો ભોગ બને છે.

અન્ય સમાચારો પણ છે...