બેઠક:ધોળકાના ખેડૂત આગેવાનો સાથે ધારાસભ્યની બેઠક યોજાઇ

ધોળકા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અતિવૃષ્ટિને કારણે ધોવાઇ ગયેલા રસ્તા અને પાકને થયેલા નુકસાન બાબતે સરવે કરી યોગ્ય કરવા અધિકારીઓને સૂચના

ધોળકા સર્કિટ હાઉસમાં રવિવારે ધોળકા તાલુકાના ખેડૂત આગેવાનો સાથે ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અતિવૃષ્ટિને કારણે થઈ નુકસાન અંગે ચર્ચા વિચારણા કરી હતી. ચુડાસમાએ જણાવ્યું કે અતિવૃષ્ટિને કારણે ગ્રામ્ય વિસ્તારના ધોવાઈ ગયેલા રસ્તા, સિંચાઈ, પાણીપુરવઠા, પંચાયત, તેમજ મહેસુલને લગતા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ આવે તે માટે જે તે અધિકારીને સૂચનાઓ અપાઇ છે. તાલુકામાં ખેતીના પાકને થયેલા નુકસાન વગેરેનો તાત્કાલીક સર્વે કરાવી જે તે ખેડૂતને તેનું વળતર મળે તે માટે સૂચના આપી છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ આગેવાનો જણાવી કે નુકસાનીના સર્વે અંગે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી, લોકોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવી ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા 12 વ્યક્તિગત વીમો ઊતરાવી તેનું પ્રીમિયમ ભરવું સમગ્ર વિધાનસભામાં પાત્રતા ધરાવતા જે તે વ્યક્તિનુ પ્રીમિયમ ભરવાનું આવશે તેની જવાબદારી પોતાની રહેશે તથા તેનું પ્રીમિયમ હું પોતે ભરીશ તેવું તેમણે જણાવ્યું વધુમાં દરેક તાલુકા પંચાયત સીટ વસ્તીના આધારે કોમ્યુનિટી હોલ બનાવવા તેમજ તેનું તાત્કાલિક મુહર્ત કરવા આગેવાનોને સૂચના કરેલ આજના કાર્યક્રમમાં તાલુકાના પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી. જિલ્લાના હોદ્દેદાર મહેન્દ્રસિંહ મંડોરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...