સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામના રચયિતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર હતું - ‘બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે’. આ જ જીવનભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 40 લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા હતા. તેમની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં 15 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે.
વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાના જીવન દ્વારા અનેકને પ્રેરણાઓ આપી છે. આવા વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળ-બાલિકા પ્રવૃત્તિ દ્વારા ‘વ્યસનમુક્તિ અભિયાન’ અને ‘પ્રકૃતિ સંવર્ધન અભિયાન’નું આયોજન મે મહિનામાં કરવામાં આવ્યું હતું.
તા.31ના રોજ ‘‘વિશ્વ તમાકુ નિષેઘ દિન’’ સાંજે ઘોળકા શહેરમાં મુખ્ય માર્ગો ૫ર વિરાટ વ્યસનમુકિત મહારેલીનો શુભારંભ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ઘોળકાના કોઠારી પૂજય શીલભૂષણદાસ સ્વામી, સવજીભાઇ પટેલ ,પ્રકાશભાઈ પટેલ તથા વિશાલભાઈ પટેલ( ત્રાસદ) દ્વારા કરવામાં આવેલ હતો. આ વ્યસનમુકિત મહારેલીમાં 300થી ૫ણ વઘારે બાળ-બાલિકાઓએ ભાગ લીઘો હતો. જે અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા પ્રેરક પ્રદર્શન દ્વારા વ્યસનમુકત થવા તથા વીજળી,પાણી તથા વૃક્ષો બચાવવા માટેની પ્રેરણા આ૫વામાં આવેલ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.