તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:ધોળકા શહેરમાં સરકાર દ્વારા વિનામૂલ્યે છત્રીઓ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો

ધોળકા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા નાના ધંધા રોજગાર, શાકભાજી, ફ્રુટ તેમજ જુદા જુદા ધંધા કરતા નાના ફેરિયાઓને વિનામૂલ્યે છત્રીઓનું વિતરણ શનિવારે ધોળકા એપીએમસી માર્કેટમાં કરવામાં આવ્યું. ધોળકા શહેરના લાભાર્થીઓને ધંધા રોજગાર માટે છત્રી આપવામાં આવી. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભરતભાઇ પટેલ, સંગઠન પ્રમુખ જે.ડી.પટેલ, કાઉન્સિલર કનુભાઈ પરમાર, જયેશભાઈ ત્રિવેદી, મહામંત્રી કિરણભાઈ પટેલ, મિનેષ ભાઈ પટેલ, મહેશભાઈ શ્રીમાળી વિગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...